________________
૬૮૮
શ્રીમદ્ રાજચંદ્ર જેમ કેરે કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાન છે. જેમ સિંહણને સિંહ ચાલ્યા આવતા હોય અને ભય લાગતું નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે. જાણે તે કૂતરે ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌગલિક સંગ સમજે છે. રાજ્ય મળે આનંદ થાય છે તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે.
યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તે પછી તે વિશેષ પ્રકારે પીડે છે. કષાય સત્તાપણે છે, નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા થાય નહીં.
પ્ર૦ :- શું વિચાર કર્યે સમભાવ આવે?
ઉ૦ :– વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું, તાદાભ્યપણું થતું નથી. અજ્ઞાની પગલિક સંયોગના હર્ષને પત્ર વાંચે તે તેનું મોઢું ખુશીમાં દેખાય, અને ભયને કાગળ આવે તે ઉદાસ થઈ જાય. સર્પ દેખી આત્મવૃત્તિમાં ભયને હેતુ થાય ત્યારે તાદાભ્યપણું કહેવાય. તન્મયપણું થાય તેને જ હર્ષ, શેક થાય છે. નિમિત્ત છે તે તેનું કાર્ય કર્યા વગર રહે નહીં.
મિથ્યાદ્રષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બન્ને જુદા છે એ જ્ઞાનીને ભેદ પડ્યો છે. જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાનજાગૃતિ હોય તે જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે.
જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરે પડ્યો, જેમાંથી મેટાં શાસ્ત્રો રચાયાં.
સ્વછંદ ટળે તે જ મેક્ષ થાય.
સદ્દગુરુની આજ્ઞા વિના આત્માથી જીવના વ્યાસેવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.
પ્રવ – પાંચ ઈદ્રિય શી રીતે વશ થાય?
ઉ૦ – વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થેડી વાર રહી નાશ પામે છે, અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતું નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇદ્રિના વિષયેમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇન્દ્રિમાં જિહાઈદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇઢિયે સહેજે વશ થાય છે.
- જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યું, “બાર ઉપાંગ તે બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી, માટે બાર ઉપાંગને સાર જ બતાવે કે જે પ્રમાણે વર્તે તે મારું કલ્યાણ થાય. સદ્દગુરુએ ઉત્તર આપે, બાર ઉપાંગને સાર તમને કહીએ છીએ કે, “વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની કહીઃ એક બાહ્ય અને બીજી અંતર્. બાહ્યવૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તે અંતરવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતને એ જે માટીને ઘડો તે ફૂટી ગયે અને પછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org