________________
ઉપદેશ છાયા
१८५ તેમ. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધરે પણ બુદ્ધિવાન હતા એટલે તે તીર્થંકરે કહેલાં વાક્યો કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી.
સિદ્ધાંતને બાંધે એટલે બધે સખત છે છતાં યતિ લોકોને તેથી વિરુદ્ધ આચરણ કરતાં દેખીએ છીએ. દાખલા તરીકે, કહ્યું છે કે સાધુઓએ ધુપેલ નાંખવું નહીં, છતાં તે લેકે નાંખે છે. આથી કાંઈ જ્ઞાનીની વાણીને દોષ નથી; પણ જીવની સમજણશક્તિને દોષ છે. જીવમાં સદ્બુદ્ધિ ન હોય તે પ્રત્યક્ષ ચોગે પણ તેને અવળું જ પરિણમે છે, અને જીવમાં સદ્દબુદ્ધિ હોય તે સવળું ભાસે છે.
જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું” એવી આજ્ઞા ગુરુએ કરી હોય તે તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?' આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળભોળો જીવ તે વર્તે, એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને “આ સ્થાનકે જવું યોગ્ય નથી” એવાં જે જ્ઞાનીનાં વચને તેને દ્રઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ ખરા જ્ઞાની છે તે સિવાયને તે અબ્રહ્મચર્ય વશ ન થવાય એમ કહેવામાત્ર છે. તેમ જેને નિવૃત્તિ થઈ નથી તેને પ્રથમ તે એમ થાય છે કે “આ ક્ષેત્ર સારું છે, અહીં રહેવા જેવું છે' પણ પછી એમ એમ કરતાં વિશેષ પ્રેરણ થવાથી ક્ષેત્રાકારવૃત્તિ થઈ જાય. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય; કારણ કે ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, અને પિતે પણ નિવૃત્તિભાવ પામેલા છે એટલે બન્ને યુગ અનુકૂળ છે. શુષ્ક જ્ઞાનીઓને પ્રથમ તે એમ અભિમાન રહ્યા કરે છે, એમાં શું જીતવું છે? પણ પછી ધીમે ધીમે સ્ત્રીઆદિ પદાર્થોમાં સપડાઈ જાય છે, જ્યારે ખરા જ્ઞાનીને તેમ થતું નથી.
પ્રાપ્ત = જ્ઞાન પામેલે પુરુષ. આપ્ત = વિશ્વાસ કરવા ગ્ય પુરુષ. મુમુક્ષુમાત્ર સમ્યવ્રુષ્ટિ જીવ સમજવા નહીં.
જીવને ભુલવણીના સ્થાનક ઘણાં છે માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી, મુઝાવું નહીં મંદતા ન કરવી. પુરુષાર્થધર્મ વર્ધમાન કર.
જીવને પુરુષને વેગ મળ દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જે પિતાને શિષ્ય બીજા ધર્મમાં જાય તે તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે એ ભાવ હેતે નથી. કેઈ કુગુરઆશ્રિત જીવ બધશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયે હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તે તે કુગુરૂ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પ બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તે સઅસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભેળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.
૩ કાવિઠા (મહુડી), શ્રાવણ વદ ૪, ૧૯૫૨ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષ—પ્રથમ, મધ્યમ, અને ઉત્કૃષ્ટ. આ કાળમાં જ્ઞાની પુરુષનું પરમ દુર્લભપણું છે, તેમ આરાધક છે પણ ઘણું ઓછા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org