________________
લ્પ૭
ઉપદેશ છાયા*
કાવિઠા, શ્રાવણ વદ ૨, ૧૯૫૨ સ્ત્રી, પુત્ર, પરિગ્રહાદિ ભાવે પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જે એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રીઆદિ પ્રસંગ ત્યાગી શકીશ તે તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી, અર્થાત્ મૂળ જ્ઞાનમાં જે કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તે જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય; અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરુષે અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં, સાવ નિરાવરણ, વિજોગી, વિભેગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશકાર્ય કર્યું. માટે આને આમ કહીશું તે ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તે ખોટું એ વગેરે વિકલપિ સાધુ-મુનિઓએ ન કરવા.
સં. ૧૯૫૨ ના શ્રાવણ-ભાદ્રપદ માસમાં આણંદ આસપાસ કાવિઠા, રાળજ, વડવા આદિ ક્ષેત્રે શ્રીમદનું નિવૃત્તિઅર્થે રહેવું થયેલું તે વખતે તેમના સમીપવાસી ભાઈ શ્રી અંબાલાલ લાલચંદને પ્રાસ્તાવિક ઉપદેશ કે વિચારોનું શ્રવણ થયેલું તેની છાયામાત્ર તેઓની સ્મૃતિમાં રહી ગયેલી તે ઉપરથી સંક્ષિપ્તપણે તે છાયાને સાર પૃથફ પૃથક સ્થળે લખી લીધેલ તે અત્રે આપીએ છીએ.
એક મમક્ષભાઈનું એમ કહેવું છે કે ભાઈ શ્રી અંબાલાલભાઈએ લખી લીધેલ આ ઉપદેશને ભાગ પણ શ્રીમદને વંચાવ્યા હતા અને શ્રીમદે તેમાં કઈ કઈ ઠેકાણે સુધારો કર્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org