________________
૬૭૨
શ્રીમદ્ રાજચંદ્ર ૨૫
મુંબઈ, માટુંગા, માગશર, ૧૫૭ શ્રી “શાંતસુધારસ'નું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા ગ્ય છે, તે કરશે.
મુંબઈ, શિવ, માગશર, ૧૯૫૭ 'देवागमनभोयानचामरादिविभूतयः, ..
मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्.' સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગ દેવ જાણે કહેતા હોય, તે સમંતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જે, અમારું મહત્ત્વ છે. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છે :-દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભેગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તે માયાવી એવા ઇદ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભેગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્વ નહીં. એવું મહત્ત્વ તે માયાવી ઇદ્રજાળિયા પણ દેખાડી શકે.” ત્યારે સદેવનું મહત્ત્વ વાસ્તવિક શું? તે કે વીતરાગપણું એમ આગળ બતાવે છે.
આ શ્રી સમંતભદ્રસૂરિ વિ. સં. બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમસ્તોત્ર (ઉપર જણાવેલ સ્તુતિ આ તેત્રનું પ્રથમ પદ ) અથવા આસમીમાંસા રચેલ છે. તત્વાર્થસૂત્રને મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તેત્ર લખાય છે. અને તે પર અષ્ટસહસ્ત્રી ટીકા તથા ચોરાશી હજાર લેકપુર “ગંધહસ્તી મહાભાષ્ય” ટકા રચાયાં છે.
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां
ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. આ એનું પ્રથમ મંગલ સ્તોત્ર છે –
મેક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેરા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું.
“આસમીમાંસા', ગબિંદુ’નું અને “ઉપમિતિભવપ્રપંચકથાનું ગુજરાતી ભાષાંતર કરશે. ગબિંદુ’નું ભાષાંતર થયેલ છે, “ઉપમિતિભવપ્રપંચનું થાય છે, પણ તે બન્ને ફરી કરવા ગ્ય છે, તે કરશે, ધીમે ધીમે થશે.
લેકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પિતાની યેગ્યતાની ન્યૂનતાની અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાને છે.
૨૭
મન:પર્યવજ્ઞાન કેવી રીતે પ્રગટે? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારે થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે, એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. તેને ગે આત્મા બીજાને અભિપ્રાય જાણી શકે છે. - લિંગ દેખાવ ઉપરથી બીજના કોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાન વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યવજ્ઞાનને વિષય છે.
૧. આંક ૨૭ થી આંક ૩૧ ખંભાતના શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org