________________
ઉપદેશ નેધ
૬૭૫ કઈ પણ જીવ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયું હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, વિશેષ નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું.
શ્રી પુરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવદ્ય વ્યાપારથી નિવતી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં પરમગુરુ એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સતશાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાર્યોત્સર્ગ કરી શ્રી પુરુષનાં વચનનું તે કાર્યોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અરધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવાં પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અરધી ઘડીમાં “પરમગુરુ” શબ્દનું કાર્યોત્સર્ગરૂપે રટણ કરવું, અને “સર્વજ્ઞદેવ” એ નામની પાંચ માળા ગણવી.
હાલ અધ્યયન કરવા ગ્ય શાસ્ત્રો –વૈરાગ્યશતક, ઇન્દ્રિયપરાજયશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, ગદ્રષ્ટિસમુચ્ચય, નવતત્વ, મૂળપદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિંદુ, આત્માનુશાસન, ભાવનાબેધ, મોક્ષમાર્ગપ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજીવીશીમાંથી નીચેનાં સ્તવને :- ૧, ૩, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૨. સાત વ્યસન (જૂગટું, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચેરી, પરસ્ત્રી)ને ત્યાગ.
( અથ સપ્તવ્યસન નામ ચોપાઈ) “જૂવા,૧ આમિષ, મદિરા, દારી, આખેટક, ચેરી, પરનારી;
એહિ સપ્તવ્યસન દુઃખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.” એ સપ્તવ્યસનને ત્યાગ. રાત્રિભેજનને ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિને ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિને પણ પ્રતિબંધ. અમુક રસને ત્યાગ. અબ્રહ્મચર્યને ત્યાગ. પરિગ્રહ પરિમાણ
- શરીરમાં વિશેષ રેગાદિ ઉપદ્રવથી, બેભાનપણથી, રાજા અથવા દેવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તે તે માટે પશ્ચાત્તાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં જૂનાધિતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સત્પરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં.
૩૪ શ્રી ખંભાત, આ સુદ, ૧૯૫૧
સત્ય'
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. પરમાર્થસત્ય અને વ્યવહાર સત્ય.”
પરમાર્થસત્ય” એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને થઈ શક્તા નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બેલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ ઉપગ રહે જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બેલાવવામાં આવે છે, એવા ઉપયોગપૂર્વક એલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. - ૧. દ્રષ્ટાંતઃ એક માણસ પોતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય.
૧. ખંભાતના એક મુમુક્ષુભાઈએ યથાશક્તિ સ્મૃતિમાં રાખી કરેલ નોંધ.
Jain Education International
For Private & Personal Use Only
• www.jainelibrary.org