________________
વર્ષ ૩૩ મું
૬૪૫
ઉપયેગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્યણુ શરીરથી પણ ભિન્ન અવલેાકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળા હાવાથી અગંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાના નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાના સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પપરણામ ધારા છે તેને આત્યંતિક વિયેાગ કરવાના સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મચેગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયેગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા ચેાગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માથી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાકયમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યેાગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
અત્ર એક સ્મરણુ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ.
भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयगईए; पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव.
ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તા જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃ ખાના આત્યંતિક વિયેાગ થઈ ૫રમ અન્યામાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૧૪
ધર્મપુર, ચૈત્ર વદ ૫, ગુરુ, ૧૯૫૬ જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હાય અને નિવૃત્તિને ચેાગ્ય વિશેષ કારણેા જ્યાં હાય તેવાં ક્ષેત્રે મહત્ પુરુષાએ વિહાર, ચાતુર્માંસરૂપ સ્થિતિ કર્તવ્ય છે.
શાંતિ:
ધર્મપુર, ચૈત્ર વદ ૬, શુક્ર, ૧૯૫૬
૯૧૫
ૐ નમઃ
મુમુક્ષુઓ,
તમે લખેલા કાગળ મુંબઈ મળ્યા હતા. અત્ર વીસ દિવસ થયાં સ્થિતિ છે. કાગળમાં તમે એ પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે.
૧ ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ‘ઉપશમસમ્યક્ત્વ' સંભવે છે.
૨ ચાર ધનધાતી કર્મના ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિના પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીયાંતરાય, ભેગાંતરાય અને ઉપભાગાંતરાય એ પાંચ પ્રકારના અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંત ભાગઉપભાગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે, તથાપિ પુગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org