________________
૯૫૬
ઉપદેશ નોંધ
(પ્રાસંગિક)
મુંબઈ, કારતક સુદ, ૧૯૫૦ શ્રી “ષદર્શન સમુચ્ચય ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે કહ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઈચ્છા એવી હોય છે કે તેથી રંજિત થઈ તેનાં વખાણ મોકલવાં. શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી.
૨ વવાણિયા, ચૈત્ર સુદ ૬, બુધ, ૧૯૫૩ પહેરવેશ આછકડે નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાઈથી પાંચસોના પગારના કેઈ પાંચસે એક ન કરે, અને યોગ્ય સાદાઈથી પાંચસેના ચારસે નવાણું કેઈ ન કરે.
ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્વની ઈચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે.
ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાને કે સૂત્રાદિ મેકલવાને નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પિતાનાં માન, મહત્વ, મોટાઈને સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધ નિષેધ કરે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તે બહાનારૂપ, અને સ્વાર્થિક માનાદિને સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે.
શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહેભાગ્ય !
૧. આંક ૧ થી આંક ૨૬ સુધીના મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ કિરતચંદે પોતાની સ્મૃતિ પરથી શ્રીમદ્રના પ્રસંગોની કરેલ નેંધ પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org