________________
૬૩
ઉપદેશ માંધ નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હાત તા કલ્પના વધત. કલ્પનાને તેા છાંડવી છે. ભણેલું ભૂલ્યે છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે.
પ
મેારખી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫ પરમ સત્ રખાતું હોય તેા તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક્દૃષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં.
યેાગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે.
જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે.
પ્ર૦—શ્રી નવપદ પૂજામાં આવે છે કે ૧૮ જ્ઞાન એહિ જ આત્મા.’ આત્મા પાતે જ્ઞાન છે તે પછી ભણવા-ગણવાની કે શાસ્ત્રાભ્યાસની શી જરૂર ? ભણેલું ખરું કલ્પિત ગણી પરિણામે ભૂલ્યે છૂટકો છે, તા પછી ભણવાની, ઉપદેશશ્રવણુની કે શાસ્રવાંચનાદિની શી જરૂર ?
ઉ—‘જ્ઞાન એહિ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તે એ જ્ઞાન અવરાયેલું છે. તેના ઉઘાડ કરવાના છે, એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણુ અને શાસ્ત્રવાંચન આદિ સમ્યક્દ્ગષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણુ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. ‘હું જ્ઞાન છું”, હું બ્રહ્મ છું' એમ પાકાર્યે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવાં જોઈએ.
ૐ
મેારખી, ચૈત્ર વદ ૧૦, ૧૯૫૫
૫૦—પારકાના મનના પર્યાય જાણી શકાય ?
ઉ॰ હા. જાણી શકાય છે. સ્વમનના પર્યાય જાણી શકાય, તે પરમનના પર્યાય જાણવા સુલભ છે. સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તે તે વશ થાય. સમજાવા સવિચાર અને સતત એકાગ્ર ઉપયાગની જરૂર છે.
આસનજયથી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયેાગ અચપળ થઇ શકે છે; નિદ્રા ઓછી થઈ શકે છે. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી; પણ અનેક પરમાણુઆના બનેલા સ્કંધ છે. પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇંદ્રિયલબ્ધિના પ્રબળ યાપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન ચેાળી અથવા કેવલીથી તે દેખી શકાય છે.
७
મેારખી, ચૈત્ર વદ ૧૧, ૧૯૫૫ માક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવેા પડ્યો હતા, અને તે ઠેકાણે બહુ પુણ્ય કેરા પુંજથી'નું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું.
જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનાક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આખાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું ખીજ હૃદયમાં રાપાય તેવા હેતુએ ખાલાવબાધરૂપ યેાજના તેની કરી છે. પણ લાકોને વિવેક, વિચાર, જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે;
'
૧.
તેા હુએ ઐહિ જ આતમા, જ્ઞાન અમેાધતા જાય રે, ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org