________________
૬૬૨
શ્રીમદ્ રાજચંદ્ર પ્રયોગના બહાને પશુવધ કરનારા રેગ-દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તે બિચારાં નિરપરાધી પ્રાણીઓને રિબાવી મારી અજ્ઞાનવશતાએ કર્મ ઉપાર્જ છે ! પત્રકારે પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવારૂપે કૂટી મારે છે !
મોરબી, ચૈત્ર વદ ૭, ૧૫૫ વિશેષ થઈ શકે તે સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી.
જાતિસ્મૃતિ થઈ શકે છે. પૂર્વ ભવ જાણું શકાય છે. અવધિજ્ઞાન છે. તિથિ પાળવી. રાત્રે ન જમવું, ન ચાલે તે ઉકાળેલું દૂધ વાપરવું. તેવું તેવાને મળે, તેવું તેવાને ગમે.
ચાહે ચકેર તે ચંદ્રને, મધુકર માલતી ભેગી રે તેમ ભવિ સહજJણે હોયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે.” ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;
દેષ ટળે ને દ્રષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.” અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગદમાંથી આગળ કુટાતે પિટાતે કર્મની અકામ નિર્જરા કરતે, દુઃખ ભેગવી તે અકામ નિર્જરાના યેગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણુમાં મુખ્યત્વે કૂડકપટ, માયા, મૂચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરી કરાવી, આત્મતત્વને પમાડે છે.
મોરબી, ચૈત્ર વદ ૮, ૧૯૫૫ પદર્શન સમુચ્ચય' અવલકવા યોગ્ય છે. તત્ત્વાર્થસૂત્ર” વાંચવા ગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે.
યોગદ્રષ્ટિ સમુચ્ચય” ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્ય સંસ્કૃતમાં રચે છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. તે કંઠાથે કરી વિચારવા ગ્ય છે. એ દૃષ્ટિએ આત્મદશામાપક (થરમૈમિટર) યંત્ર છે.
શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચને. એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યફ જોઈએ.
સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.
પાંચ હજાર કલેક મુખપાઠ કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાને ડોળ કરનારા એવા પંડિતેને તેટો નથી.
ત્રતુને સન્નિપાત થયે છે.
એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તે એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેને એ બૅરિસ્ટર મૂછગે
૧. બપોરના ચાર વાગ્યે પૂર્વ દિશામાં આકાશમાં સ્પામ વાદળું જોતાં એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા.
આ વર્ષ ૧૯૫૫નું ચોમાસું કરું ગયું અને ૧૯૫૬ને ભયંકર દુકાળ પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org