________________
૬૫૧
૩૧
વર્ષ ૩૩ મું કુંદકુંદાચાર્યકૃત ‘સમયસાર” ગ્રંથ જુદે છે. આ ગ્રંથકર્તા જુદા છે, અને ગ્રંથને વિષય પણ જીદે છે. ગ્રંથ ઉત્તમ છે.
- આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા, તેથી ખેદ થયે તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેને આત્મા સ્વરૂપલક્ષિત થતું હતું. કર્મતત્વને સૂક્ષ્મપણે વિચારી, નિદિધ્યાસન કરી આત્માને તદનુયાયી પરિણતિને નિરોધ થાય એ તેને મુખ્ય લક્ષ હતે. વિશેષ આયુષ્ય હોત તે તે મુમુક્ષુ ચારિત્રમોહને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વવાણિયા, જેઠ વદ ૮, ગુરુ, ૧૯૫૬ શુભેપમાલાયક મહેતા ચત્રભુજ બેચર, મેરબી.
આજે તમારે કાગળ એક ટપાલમાં મળે.
પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવશે. તેમણે પિતાનું વજન વધારવું પિતાના હાથમાં છે. અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. ફક્ત તેમના સમજ્યા ફેર થાય છે તેથી અમસ્ત રેષ કરે છે, તેથી ઊલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં. તેમનું વજન વધે અને તે પિતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતાં આ દેહ મળ્યાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતિ છે. બેઉ વ્યસન તેમણે કબજે રાખવાં જોઈએ. વ્યસન વધાર્યાં વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે. તેમણે વ્યસન થેડા વખતમાં ત્રણ ગણું કરી નાખ્યું છે તે વિષે તેમને ઠપકે દેવાને હેતુ એટલે જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે, તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લેક અને પરલેકનું કલ્યાણ ચૂકી જવાય છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તે માણસનું વજન પડે નહીં અને વજન વગરને મન આ જગતમાં નકામો છે. માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઈએ. હવે તે છેડે વખત રહ્યો છે તે જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ.
પિતાને મળેલ મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળ જોઈએ. પૂજ્યશ્રીને આજ રાતની ટ્રેનમાં મોકલશે.
૩૨ વવાણિયા, જ્યેષ્ઠ વદિ ૧૦, ૧૫૬ પત્ર સંપ્રાપ્ત થયાં. શરીર પ્રકૃતિ સ્વસ્થાસ્વસ્થ વર્તે છે, વિક્ષેપ કર્તવ્ય નથી. હે આર્ય! અંતર્મુખ થવાને અભ્યાસ કરે.
શાંતિઃ
૩ નમઃ અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે.
૪૪ વવાણિયા, ૪ વદિ ૦)), બુધ, ૧૯૫૬ 'પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને
ઉલ્લાસિત ભકિતએ નમસ્કાર, મેક્ષમાળા’ વિષે જેમ તમને સુખ થાય તેમ પ્રવર્તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org