________________
વર્ષ ૩૩ મું
૬૪૩ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોને વિરોધ કરતા નહીં, પણ યોગને અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો.
૯૦૫ મહમયી ક્ષેત્ર, પિષ વદ ૧૨, રવિ, ૧લ્પ૬ મહાત્મા મુનિવરોના. ચરણની, સંગની ઉપાસના અને સલ્ફાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે.
જેમ જેમ ઇદ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિ તેમ તેમ તે સત્સમાગમ અને સન્શાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૦૬ મુંબઈ, માહ વદ ૧૦, શનિ, ૧૫૬ આજ રોજ તમારે કાગળ મળે. બહેન ઈચ્છાના વરના અકાળ મૃત્યુના ખેદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ્ય બળે છે.
બનાવ અત્યંત દુઃખકારક છે. પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ, તે તમે મારા વતી બહેન ઈચ્છાને અને ઘરના માણસેને દિલાસો અને ધીરજ અપાવશે. અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશે.
૯૦૭
મહમયી, માહ વદ ૧૧, ૧૯૫૬
શુદ્ધ ગુર્જર ભાષામાં “સમયસારની પ્રત કરી શકાય તેમ તેમ કરતાં વધારે ઉપકાર થવા યેગ્ય છે. જે તેમ ન બની શકે તે વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે.
૯૦૮ મુંબઈ, માડુ વદ ૧૪, મંગળ, ૧૯૫૬ જણાવતાં અતિશય ખેદ થાય છે કે સુજ્ઞ ભાઈ શ્રી કલ્યાણજીભાઈ( કેશવજી)એ આજે બપોરે, પંદરેક દિવસની મરડાની કસરમાં તે નામવત દેહ પર્યાય છેડ્યો છે.
૯૯૯ ધર્મપુર, ચૈત્ર સુદ ૮, શનિ, ૧૯૫૬ જે સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા” અને “સમયસારની પ્રતે લખાઈ રહી હોય તે અત્રે મૂળ પ્રતે સાથે મેકલાવશે. અથવા મૂળ પ્રતે મુંબઈ મેકલાવશે અને ઉતરેલી પ્રતે અત્રે એકલાવશે. પ્રતે ઉતારતાં હજુ અધૂરી હોય તે કયારે પૂર્ણ થવાને સંભવ છે તે જણાવશે. રતિઃ
૯૧૦ ધર્મપુર, ચૈત્ર સુદ ૧૧, મંગળ, ૧૯૫૬ શ્રી “સમયસાર” અને “કાર્તિકેયાનુપ્રેક્ષા મોકલવા વિષેનું પત્ર મળ્યું હશે. આ પત્ર સંપ્રાપ્ત થતાં અત્ર આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તે આજ્ઞાને અતિક્રમ નથી. તમારી સાથે એક મુમુક્ષુ ભાઈનું આવવાનું થતાં પણ આજ્ઞાને અતિક્રમ નહીં થાય.
જે “ગમ્મસારાદિ કેઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તે તે અને કર્મગ્રંથ, “પદ્મનંદી પંચવિંશતિ', સમયસાર” તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષાદિ ગ્રંથ અનુકૂળતાનુસાર સાથે રાખશે. શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org