________________
૬૩૨
શ્રીમદ્ રાજચંદ્ર
વવાણિયા, ચૈત્ર સુદ ૧, ૧૯૫૫ 'उवसंतखीणमोहो, मग्गे जिणभासिदेण समुवगदो,
णाणाणुमग्गचारी, निव्वाणपुरं वज्जदि धीरो.' पंचास्तिकाय ७० દર્શનમેહ ઉપશાંત અથવા ક્ષીણ થયે છે જેને એ ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે.
મુનિ મહાત્મા શ્રી દેવકીર્ણસ્વામી અંજાર તરફ છે. જે ખેરાળથી મુનિશ્રી આજ્ઞા કરશે તે તેઓ ઘણું કરી ગુજરાત તરફ આવવાનું કરશે. વેણાસર કે ટીકરને રસ્તેથી ધાંગધ્રા આવવું હોય તે રણ ઊતરવાની હરકત પડવાને સંભવ ઓછો છે. મુનિશ્રીને અંજાર લખશે. કોઈ સ્થળે વિશેષ સ્થિરતાને વેગ બળે અમુક સદ્ભુત પ્રાપ્ત થવા યોગ્ય છે.
૮૬ શ્રી વવાણિયા, ચૈત્ર સુદ ૫, ૧૯૫૫
દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષમ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે.
દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ “દ્રવ્યાનુયોગ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયેગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગદ્રષ્ટિવંત, પરમસંગ એવા મહાત્માપુરુષે તેનાં મુખ્ય પાત્ર છે.
કઈ મહત્ પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
હે આર્ય ! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.
વવાણિયા, ચૈત્ર વદ ૨, ગુરુ, ૧૯૫૫ હે આર્ય ! જેમ રણ ઊતરી પારને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ તરી પારને સંપ્રાપ્ત થાઓ !
મહાત્મા મુનિશ્રીની સ્થિતિ હાલ પ્રાંતીજ ક્ષેત્રે છે. કંઈ વિજ્ઞપ્તિ પત્ર લખવું હોય તે પરી ઘેલાભાઈ કેશવલાલ પ્રાંતીજ એ સરનામે લખવા વિનંતી છે.
આપની સ્થિતિ ધાંગધ્રા તરફ થવાના સમાચાર અત્રેથી તેઓશ્રીને આજે લખવાનું બન્યું છે.
વધારે નિવૃત્તિવાળા ક્ષેત્રે ચાતુર્માસને વેગ બનવાથી આત્મ ઉપકાર વિશેષ સંભવે છે. મુનિ શ્રીમદને પણ તેમ જણાવ્યું છે.
૧. જુઓ આંક ૭૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org