________________
વર્ષ ૩૩ મું
૮૯૬
૩
Jain Education International
પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું.
આ દુષમકાળમાં સત્તમાગમના યાગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાના ચેાગ કયાંથી અને ?
મુંબઈ, કારતક, ૧૯૫૬
સત્સમાગમના પ્રતિબંધ કરવા જણાવે તે તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તે તે યેાગ્ય છે, યથાર્થ છે, તે પ્રમાણે વર્તશે. સત્તમાગમના પ્રતિબંધ કરવા યાગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે.
પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યેાગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણું થાય.
પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે.
સંતેષ આર્યા આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યેાગ્ય છે. ૐ શાંતિઃ.
For Private & Personal Use Only
www.jainelibrary.org