________________
વર્ષ ૩૨ મું
૬૩૩
૬૮
વાણિયા, ચૈત્ર વદ ૨, ગુરુ, ૧૯૫૫ પત્ર પ્રાપ્ત થયું. કોઈ વિશેષ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ થાય તે આત્મપકાર વિશેષ થવા યાગ્ય છે. એ તરફ નિવૃત્તિવાળા ક્ષેત્રના સંભવ છે.
મુનિએ કચ્છનું રણ સમાધિપૂર્વક ઊતરી ધાંગધ્રા તરફ વિચરવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આપના સમાગમ ત્વરાથી ઇચ્છે છે.
તે
તેમનું ચાતુર્માસ પણ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં થાય તેમ કરવા વિજ્ઞાપન છે.
૮૬૯
ૐ નમઃ
પત્ર અને વર્તમાનપત્ર મળ્યાં. ‘આચારાંગસૂત્ર’ના એક વાકય સંબંધીનું ચર્ચાપત્રાદિ જોયું છે. ઘણું કરી ઘેાડા દિવસમાં કેઈ સુન્ન તરફથી તેનું સમાધાન બહાર પડશે. ત્રણેક દિવસ થયાં અન્ન સ્થિતિ છે.
આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષ અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. તમારા સમીપવાસી સર્વે આત્માર્થી જનાને યથાવિનય પ્રાપ્ત થાય.
મારખી, વૈશાખ સુદ ૬, સામવાર, ૧૯૫૫
આત્માર્થી મુનિવરે। હાલ ત્યાં સ્થિત હશે. તેમને સવિનય નીચે પ્રમાણે નિવેદન કરશેા. ધ્યાન, શ્રુતને અનુકૂળ ક્ષેત્રે ચાતુર્માસ કરવાથી ભગવત્ આજ્ઞાનું સંરક્ષણ થશે, સ્તંભતીર્થમાં જો તે અનુકૂળતા રહી શકે તેમ ાય તે તે ક્ષેત્રે ચાતુર્માસ કરતાં આજ્ઞાનું સંરક્ષણ છે. સત્કૃતની મુનિ શ્રી દેવકીર્ણાદિએ જિજ્ઞાસા દર્શાવી તે સદ્ભુત લગભગ એક માસની અંદરમાં પ્રાપ્ત થવા યોગ્ય છે.
જો સ્તંભતીર્થમાં સ્થિતિ ન થાય તે કંઇક અન્ય નિવૃત્તિક્ષેત્રે સમાગમ યાગ બની શકે. સ્તંભતીર્થના ચાતુર્માંસથી તે બનવું હાલ અશકય છે. જ્યાં સુધી અને ત્યાં સુધી કોઇ અન્ય નિવૃત્તિક્ષેત્રની વૃત્તિ રાખશે!. કદાપિ એ વિભાગે મુનિએએ વહેંચાઈ જવું પડે તે તેમ કરવામાં પણ આત્માર્થ દૃષ્ટિએ અનુકૂળ આવશે. અમે સહેજ માત્ર લખ્યું છે. આપ સર્વને જેમ દ્રવ્યક્ષેત્રાદિ જોઈ અનુકૂળ શ્રેયસ્કર લાગે તેમ પ્રવર્તવાના અધિકાર છે.
એ પ્રમાણે સવિનય નમસ્કારપૂર્વક નિવેદન કરશો. વૈશાખ સુદ પૂર્ણિમા પર્યંત ઘણું કરી આ ક્ષેત્રો તરફ સ્થિતિ થશે.
મેારખી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫
૨૭૦
Jain Education International
મારખી, વૈશાખ સુદ ૭, ૧૯૫૫
જે કોઈ નિવૃત્તિવાળા અન્ય ક્ષેત્રમાં વર્ષા-ચાતુર્માસના યોગ અને તેા તેમ કર્તવ્ય છે. અથવા સ્તંભતીર્થં ચાતુર્માસથી અનુકૂળતા રહે એમ જણાય તે તેમ કર્તવ્ય છે.
ધ્યાન, શ્રુતને ઉપકારક એવી ચેાગવાઈવાળા ગમે તે ક્ષેત્રે ચાતુર્માંસની સ્થિતિ થવાથી આજ્ઞાના અતિક્રમ નથી, એમ મુનિ શ્રી દેવકીર્ણાદિને સવિનય જણાવશે.
અત્રે તરફ એક અઠવાડિયા પર્યંત સ્થિતિના સંભવ છે. શ્રી વવાણિયે આજે ઘણું કરીને જવું થશે. ત્યાં એક અઠવાડિયા સુધી સ્થિતિ સંભવે છે.
૨૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org