________________
૬૩૪
શ્રીમદ્ રાજચંદ્ર - જે સત્કૃતની જિજ્ઞાસા છે, તે સદ્ભુત ડા દિવસમાં પ્રાપ્ત થવાનો સંભવ છે એમ મુનિશ્રીને નિવેદન કરશે.
વીતરાગ સન્માર્ગની ઉપાસનામાં વિર્ય ઉત્સાહમાન કરશે.
૮૭૨
વવાણિયા, વૈશાખ સુદ ૭, ૧૫૫
ગ્રહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈરછતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલે નિયમ સાધ્ય કરે ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણું આત્મગુણે પ્રાપ્ત કરવાને અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા ગ્ય થાય છે, અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણમી થાય છે, જે પર ધ્યાન આપવું યંગ્ય છે.
૮૭૩
ઈડર, વૈશાખ વદ ૬, મંગળવાર, ૧૫૫
શનિવાર પયંત અહીં સ્થિરતા સંભવે છે. રવિવારે તે ક્ષેત્રે આગમન થવાને સંભવ છે.
આથી કરીને મુનિશ્રીને ચાતુર્માસ કરવા ગ્ય ક્ષેત્રે વિચારવાની ત્વરા હોય, તે વિષે કંઈ સંકેચ પ્રાપ્ત થતું હોય, તે આ કાગળ પ્રાપ્ત થયેથી જણાવશે તે એક દિવસ અત્ર ઓછી સ્થિરતા કરવાનું થશે. | નિવૃત્તિને વેગ તે ક્ષેત્રે વિશેષ છે, તે કાર્તિકેયાનુપ્રેક્ષાનું વારંવાર નિદિધ્યાસન કર્તવ્ય છે, એમ મુનિશ્રીને યથાવિનય જણાવવું એગ્ય છે. ( બાહ્યાભંતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારને અંત સમીપ છે, એ નિઃસંદેહ જ્ઞાનીને નિશ્ચય છે.
૮૭૪ ઈડર, વૈશાખ વદ ૧૦, શનિવાર, ૧૫૫
હવે સ્તંભતીર્થથી કિસનદાસજી કૃત “ક્રિયાકેશનું પુસ્તક પ્રાપ્ત થયું હશે. તેનું આત્યંત અધ્યયન કર્યા પછી સુગમ ભાષામાં એક નિબંધ તે વિષે લખવાથી વિશેષ અનુપ્રેક્ષા થશે, અને તેવી ક્રિયાનું વર્તન પણ સુગમ છે એમ સ્પષ્ટતા થશે, એમ સંભવ છે. સેમવાર પર્યત અત્રે સ્થિતિને સંભવ છે. રાજનગરમાં પરમ તત્વદ્રષ્ટિને પ્રસંગોપાત્ત ઉપદેશ થયું હતું, તે અપ્રમત્ત ચિત્તથી વારંવાર એકાંતગમાં સ્મરણ કરવા ગ્ય છે. એ જ વિનંતિ.
મુંબઈ, જેઠ, ૧૫૫
પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી
સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહેસપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org