________________
૬૦૨
શ્રીમદ્ રાજચંદ્ર
તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું, તે તે સમજવા ફેર છે; અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્ત્તધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે.
‘પુદ્ગવિપાકી’ એટલે જે કઇ ખહારના પુદ્ગલના સમાગમથી પુદ્ગલ વિપાકપણે ઉદય આવે અને કાઈ ખાહ્ય પુદ્ગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુફેરથી તે નાશ થાય છે; અથવા કોઇ ગરમ એસડ વગેરેથી નિવૃત્ત થાય છે. નિશ્ચયમુખ્યદૃષ્ટિએ તે એસડ વગેરે કહેવામાત્ર છે. બાકી તે જે થવાનું હેાય તે જ થાય છે.
વવાણિયા, ચૈત્ર વદ ૫, ૧૯૫૩
૭૭૫
એ કાગળ પ્રાપ્ત થયા છે.
જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તેા તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે, એવા ભાવાર્થમાં આગલા કાગળ અત્રથી લખ્યા છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થના ઉપદેશ થશે. હમેશ અમુક શાસ્રાધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ એધ થવા યેાગ્ય છે.
છકાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતાં તથા વિચારતાં જ્ઞાન જ છે. આ જીવ કઈ દિશાથી આવ્યો છે, એ વાકયથી શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન પ્રારંભ્યું છે. સદ્ગુરુમુખે તે પ્રારંભવાકયના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું રહસ્ય સમજાવા યેાગ્ય છે. હાલ તા ‘આચારાંગાદિ’ વાંચે તેનું વધારે અનુપ્રેક્ષણ કરશે. કેટલાક ઉપદેશપત્રા પરથી તે સહજમાં સમજાઈ શકશે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય.
૭૭૬
સાયલા, વૈશાખ સુદ ૧૫, ૧૯૫૩
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યાગ એ કર્મબંધનાં પાંચ કારણ છે. કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યાં હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયમાં પ્રમાદને અંતર્ભૂત કર્યાં હોય છે.
પ્રદેશબંધ શબ્દના અર્થ શાસ્રપરિભાષાએ ઃ— પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું ગ્રહણુ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હાય તે અનંતપ્રદેશી થઈ શકે, તેથી અનંત પ્રદેશના અંધ કહેવાય. તેમાં અંધ અનંતાદ્ધિથી ભેદ પડે છે; અર્થાત્ અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પશુ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તે અનંતતાનું સઘનપણું સમજવું.
કંઈ પણ નહીં મુઝાતાં આત્યંત કર્મગ્રંથ વાંચવે, વિચારવા.
૭૭૭ ઈડર, વૈશાખ વદ ૧૨, શુક્ર, ૧૯૫૩ તથારૂપ (યથાર્થ) આસ (મેાક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષના જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઇએ છે, તેનું એળખાણુ થવામાં મહત્ પુણ્ય જોઇએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહત્ પુણ્ય જોઇએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચા છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.
૧. આંક ૭૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org