________________
વર્ષ ૩૧ મું
૬૧૯ અમદાવાદને કાગળ વાંચીને આપ વગેરેએ કંઈ પણ ઉદ્વેગ કે ક્ષોભ કર્તવ્ય નથી, સમભાવ કર્તવ્ય છે. જણાવવામાં કંઈ પણ અનમ્રભાવ થયે હોય તે ક્ષમા કરશે.”
જો તરતમાં તેમને સમાગમ થાય તેમ હોય છે એમ જણાવશે કે “આપે વિહાર કરવા વિષે જણાવ્યું તે વિષે આપને સમાગમ થયે જેમ જણાવશે તેમ કરીશું.” અને સમાગમ થયે જણાવશે કે “આગળના કરતાં સંયમમાં મેળપ કરી હોય એમ આપને જણાતું હોય તે તે જણાવે, જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે અને જો આપને કેમ ન જણાતું હોય તે પછી કોઈ જ વિષમભાવને આધીન થઈ તેમ કહે છે તે વાત પ્રત્યે ન જતાં આત્મભાવ પર જઈને વર્તવું યોગ્ય છે.
એમ જાણીને હાલ અમદાવાદ ક્ષેત્રે જવાની વૃત્તિ ગ્ય લાગતી નથી, કેમકે રાગદ્રષ્ટિવાન જીવન કાગળની પ્રેરણાથી, અને માનના રક્ષણને અર્થે તે ક્ષેત્રે જવા જેવું થાય છે, જે વાત આત્માને અહિતનો હેતુ છે. કદાપિ આપ એમ ધારતા હો કે જે લેકે અસંભાવ્ય વાત કહે છે તે લેકના મનમાં પિતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટકશે, તે તે એક હેતુ ઠીક છે પણ તેનું રક્ષણ કરવા માટે ઉપર કહ્યા તે બે દોષ ન આવતા હોય તે કોઈ અપેક્ષાએ લોકોની ભૂલ મટવાને અર્થે વિહાર કર્તવ્ય છે. પણ એક વાર તે અવિષમભાવે તે વાત સહન કરી અનુક્રમે સ્વાભાવિક વિહાર થતાં થતાં તે ક્ષેત્રે જવું થાય અને કઈ લેકેને વહેમ હોય તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે; પણ રાગદ્રષ્ટિવાનનાં વચનની પ્રેરણાથી, તથા માનના રક્ષણને અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લેકની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું તે આત્મહિતકારી નથી, માટે હાલ આ વાત ઉપશાંત કરી અમદાવાદ આપ દર્શાવે કે ક્વચિત્ લલ્લુજી વગેરે મુનિઓ માટે કેઈએ કંઈ કહ્યું હોય તે તેથી તે મુનિઓ દોષપાત્ર થતા નથી, તેમના સમાગમમાં આવવાથી જે લોકોને તે સંદેહ હશે તે સહેજે નિવૃત્ત થઈ જશે, અથવા કોઈ એક સમજવાફેરથી સંદેહ થાય કે બીજા કોઈ સ્વપક્ષના માનને અર્થે સંદેહ પ્રેરે છે તે વિષમ માર્ગ છે, તેથી વિચારવાન મુનિઓએ ત્યાં સમદર્શી થવું યોગ્ય છે, તમારે ચિત્તમાં કંઈ ક્ષોભ નહીં પામ યોગ્ય છે, એમ જણાવી. આ૫ આમ કરશે તે અમારા આત્માને. તમારા આન્મ
ણ થશે.” એ પ્રકારે તેમની વૃત્તિમાં બેસે તેવા યુગમાં વાતચીત કરી સમાધાન કરશે, અને હાલ અમદાવાદ ક્ષેત્રે સ્થિતિ કરવાનું ન બને તેમ કરશે તે આગળ પર વિશેષ ઉપકારને હેતુ છે. તેમ કરતાં પણ જે કઈ પણ પ્રકારે ભાણજીસ્વામી ન માને તે અમદાવાદ ક્ષેત્ર પ્રત્યે પણ વિહાર કરજે, અને સંયમના ઉપયોગમાં સાવચેત રહી વર્તશે. તમે અવિષમ રહેશે.
૮૨૯
મોરબી, માહ વદ ૦)), ૧૯૫૪ મુમુક્ષપણું જેમ દ્રઢ થાય તેમ કરો; હારવાને અથવા નિરાશ થવાને કઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તે પછી થોડેક પ્રમાદ છેડી દેવામાં જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી.
૮૩૦ મોરબી, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૫૪ પંચાસ્તિકાય ગ્રંથ બુક પિસ્ટ રજિસ્ટર્ડ કરીને મોકલવાનું બને તે કરશે.
મોક્ષમાર્ગપ્રકાશ' આદિથી અંત સુધી તમારે, છોટાલાલે, ત્રિભવને, કલાભાઈએ, ધુરીભાઈએ અને ઝવેરભાઈ વગેરેએ વાંચવા અથવા શ્રવણ કરવા યોગ્ય છે. નિયમિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શાસ્ત્રાવકન કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org