________________
૬૨૦
શ્રીમદ્ રાજચંદ્ર
૮૩૧ મોરબી, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૫૪ શ્રી દેવકીર્ણાદિ મુમુક્ષુઓને યથાવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ‘કર્મગ્રંથ’, ‘ગમ્મસારશાસ્ત્ર આદિથી અંત સુધી વિચારવા ગ્ય છે.
દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તે પણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિને માર્ગ હજી પણ પ્રાપ્ત થવા ગ્ય છે.
વવાણિયા, ૪, ૧૯૫૪ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે. | સર્વ જગતના જ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે, પણ અહો ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે.
વિષયથી જેની ઇન્દ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?
પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું અમારે પરિગ્રહને શું કરે છે?
કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હે આર્યજન ! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરે.
૮૩૩ વવાણિયા, જયેષ્ઠ સુદ ૧, શનિ, ૧૯૫૪ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.
જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કેઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શેક, જન્મ-મૃત્યુ આદિ કંઠને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે
દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બને સમાન છે.
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકા તેને અપાર ઉપકાર છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણું કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org