________________
શ્રીમદ્ રાજચંદ્ર લખવાની વૃત્તિ ઓછી રહે છે, આ વખતે વિશેષ ઓછી છે, પણ તમારે કાગળ એવા પ્રકારને હતે કે જેને ઉત્તર ન મળવાથી શું કારણથી આમ બન્યું છે તે તમને ન જણાય. અમુક સ્થળે સ્થિતિ થવા વિષે ચેકકસ નહીં હોવાથી મુંબઈથી કાગળ લખવાનું બન્યું નહોતું.
૮૪૩ વસે, પ્રથમ આસો સુદ ૬, બુધવાર, ૧૯૫૪ શ્રીમત્ વીતરાગ ભૂગવતેએ નિશ્ચિતાર્થ કરેલો એ અચિંત્ય ચિંતામણિ
સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુ:ખને નિ:સંશય
આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તે,
ત્રિકાળ જયવંત વર્તે. તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.
| ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી.
_દેહાદિ સંબંધી જે પુરૂષે હર્ષવિષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે. ' હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વિતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય–સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણુસ્વરૂપ છે.
નિર્વિક૯૫.
૮૪૫
આસો, ૧૫૪ કરાળ કાળ! આ અવસર્પિણી કાળમાં વીશ તીર્થંકર થયા. તેમાં છેલલા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયે !
આસે, ૧લ્પ મેક્ષમાર્ગમ્ય નેતા ભેસ્તારં કર્મભૂભૂતા, જ્ઞાતારું વિશ્વતત્તાનાં વંદે તદ્દગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાક્યા,
ચક્ષુરુન્મીલિત યેન તસ્મ શ્રીગુરવે નમઃ યથાવિધિ અધ્યયન અને મનન કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org