________________
વર્ષ ૩૦ મું
૬૦૧ પરિણામવત્ જ છે એમ એકાંતે નથી, અથવા તે શિક્ષા કોઈ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મને ઉદયરૂપ પણ હોય છે, અને વર્તમાન કર્મબંધ સત્તામાં પડ્યા રહે છે, જે યથાવસરે વિપાક આપે છે. - સામાન્યપણે અસત્યાદિ કરતાં હિંસાનું પાપ વિશેષ છે. પણ વિશેષ દૃષ્ટિએ તે હિંસા કરતાં અસત્યાદિનું પાપ એકાંતે ઓછું જ છે એમ ન સમજવું, અથવા વધારે છે એમ પણ એકાંતે ન સમજવું. હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેને બંધ કર્તાને થાય છે. તેમ જ અસત્યાદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે. કેઈએક હિંસા કરતાં કેઈએક અસત્યાદિનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે, તેમ જ કોઈ એક અસત્યાદિ કરતાં કેઈએક હિંસાનું ફળ એક ગુણ, બે ગુણ કે અનંત ગુણ વિશેષ પર્યત થાય છે.
- ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા છતાં, સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં, કેઈએક પૂર્વકર્મના બળવાનપણથી જે જીવ ગૃહસ્થાવાસ ત્યાગી શકતા નથી, તે પુરુષ ગૃહસ્થાવાસમાં કુટુંબાદિન નિર્વાહ અર્થે જે કંઈ પ્રવૃત્તિ કરે છે, તેમાં તેનાં પરિણામ જેવાં જેવાં વર્તે છે, તે તે પ્રમાણે બંધાદિ થાય. મેહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઈ કર્મબંધ ભૂલથાપ ખાતે નથી. તે તે યથા પરિણામ બંધપણું પામે છે. કર્મના સૂક્ષ્મ પ્રકારને મતિ વિચારી ન શકે તેપણ શુભ અને અશુભ કર્મ સફળ છે, એ નિશ્ચય જીવે વિસ્મરણ કરે નહીં.
- પ્રત્યક્ષ પરમ ઉપકારી હોવાથી તથા સિદ્ધપદના બતાવનાર પણ તેઓ હોવાથી સિદ્ધ કરતાં અહંતને પ્રથમ નમસ્કાર કર્યો છે.
૭૭૪ (૧) શુભ બંધ મેળે હોય અને તેને કોઈ અશુભ કર્મને જોગ બને તે શુભ બંધ મૂળ મેળે હોય તેના કરતાં વધારે મેળે થાય છે. (૨) શુભ બંધ મેળ હોય અને તેમાં કોઈ શુભ કર્મવેગનું મળવું થાય તે મૂળ કરતાં વધારે દૃઢ થાય છે અથવા નિકાચિત થાય છે. (૩) કેઈ અશુભ બંધ મેળો હોય અને તેને કોઈ એક શુભ કર્મને જોગ બને તે મૂળ કરતાં અશુભ બંધ છે મેળે થાય છે. (૪) અશુભ બંધ મેળે હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તે અશુભ બંધ વધારે મજબૂત થાય છે અથવા નિકાચિત થાય છે. (૫) અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. (૬) શુભ કર્મબંધનું ફળ શુભ થાય અને અશુભ કર્મબંધનું ફળ અશુભ થાય. બન્નેનાં ફળ તે થવાં જ જોઈએ, નિષ્ફળ ન થઈ શકે.
રેગ વગેરે છે તે એસડથી ટળી શકે છે તેથી કેઈને એમ લાગે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રેગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે, એટલે કે અશુભથી શુભ થઈ શકે છે; આવી શંકા થાય એવું છે પણ એમ નથી. એ શંકાને ખુલાસે નીચે પ્રમાણે છે –
કેઈ એક પદગલના પરિણામથી થયેલી વેદના (પુદગલવિપાકી વેદના) તથા મંદ ૨સની વેદના કેટલાક સંજોગેથી ટળી શકે છે અને કેટલાક સંજોગોથી વધારે થાય છે અથવા નિકાચિત થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પુદ્ગલરૂપી એસડ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે, બાકી ખરી રીતે જોતાં તે તે બંધ પૂર્વથી જ એ બાંધે છે કે, તે જાતના એસડ વગેરેથી ટળી શકે. ઓસડ વગેરે મળવાનું કારણ એ છે, કે અશુભ બંધ મેળો બાંધ્યો હતે; અને બંધ પણ એ હતું કે તેને તેવાં નિમિત્તે કારણે મળે તે ટળી શકે પણ તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગને નાશ થઈ શક્યો; અર્થાત્ પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું. પાપવાળાં ઓસડની ઈચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાવા યેાગ્ય છે અને તે પાપવાળી ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી. એમ ભાસે, કે અશુભ કર્મને ઉદયરૂપ અશાતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org