________________
વર્ષ ૩૦ મું
૭૦ મુંબઈ, શ્રાવણ સુદ ૩, રવિ, ૧લ્પ૩ પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્યા કરે છે
તે પુરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે. પ્રતિષ્ઠિત વ્યવહારના શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગુણવિશિષ્ટ જિજ્ઞાસા વતે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ઘકાળને ઘણું અ૫પણમાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે.
યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. સર્વ મુનિઓને નમસ્કાર.
૭૯૧ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩ દીર્ધકાળની જેની સ્થિતિ છે, તેને અ૫કાળની સ્થિતિમાં આણું,
જેમણે કર્મક્ષય કર્યો છે, તે મહાત્માઓને નમસ્કાર, સદ્દવર્તન, સદુગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.
૭૯૨ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩ બે પત્ર મળ્યાં છે. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મેકલાવ્યું છે તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લજી અને દેવકીર્ણજીએ સંપૂર્ણ વાંચીને, મનન કરીને પછી કેટલાક પ્રસંગે બીજા મુનિઓને શ્રવણ કરાવવા ગ્ય છે.
શ્રી દેવકીર્ણમુનિએ બે પ્રશ્નો લખ્યાં છે તેને ઉત્તર ઘણું કરીને હવેના પત્રમાં લખીશું.
“મોક્ષમાર્ગપ્રકાશ” અવકન કરતાં કેઈ વિચારમાં મતાંતર જેવું લાગે તે નહીં મૂંઝાતાં તે સ્થળે વધારે મનન કરવું, અથવા સત્સમાગમને વેગે તે સ્થળ સમજવું કેગ્ય છે.
પરમોત્કર્ષ સંયમમાં સ્થિતિની તે વાત દૂર રહી, પણ તેના સ્વરૂપને વિચાર થવો પણ વિકટ છે.
૭૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૫૩ “સમ્યદ્રષ્ટિ અભક્ષ્ય આહાર કરે ?” એ આદિ પ્રશ્નો લખ્યાં. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવા એગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દ્રષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. મતિના અસ્થિરપણથી જીવ પરિણામને વિચાર કરી નથી શકતે. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કઈ એક ગ્રંથમાં જણાવી છે, પણ તે કેઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, તેમ એ વાત યથાર્થ એમ જ છે, તેમ પણ નથી. સમ્યગ્દષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હતું તે પણ સમ્યગ્દર્શને આવ્યા પછી ન વમે તે વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યગ્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સપુરૂષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પિષણથી રહિત હોય છે, એ નિશ્ચય રાખવે, અને ગમે તે પ્રસંગે તે જ દ્રષ્ટિથી અર્થ કરે એગ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથા. હાલ ડુંગર કંઈ વાંચે છે ? તે લખશે.
૭૯૪ મુંબઈ, શ્રાવણ વદ ૧, શુક્ર, ૧૫૩ પ્રથમ એક કાગળ મળ્યા હતા. બીજે કાગળ હમણું મળે છે. આર્ય. સોભાગને સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત તે ઘણે ઉપકાર થાત. પણ ભાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org