________________
વર્ષ ૩૦ નું
૫૮૩ કરીને જોવામાં આવે છે.
પ્રાણીમાત્રને દુઃખ અપ્રિય હોવા છતાં, વળી તે મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તે પછી તે દુઃખ ટાળવાને કઈ ઉપાય જ નહીં એમ સમજાય છે કેમકે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ, એમ અત્રે આશંકા થાય છે.
તેનું સમાધાન આ પ્રમાણે છે :- દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, તે થવાનાં મૂળ કારણે શું છે અને તે શાથી મટી શકે તે યથાર્થ ન સમજાવાથી, દુઃખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી દુઃખ મટી શકતું નથી.
દુઃખ અનુભવવામાં આવે છે, તો પણ તે સ્પષ્ટ ધ્યાનમાં આવવાને અર્થે ચેડુંક તેનું વ્યાખ્યાન કરીએ છીએ.
પ્રાણીઓ બે પ્રકારનાં છેઃ એક ત્રસ એટલે પિતે ભયાદિનું કારણ દેખી નાસી જતાં, હાલતાં ચાલતાં એ આદિ શક્તિવાળાં. બીજા સ્થાવર: જે સ્થળે દેહ ધારણ કર્યો છે, તે જ સ્થળે સ્થિતિમાન, અથવા ભયાદિ કારણ જાણું નાસી જવા વગેરેની સમજણશક્તિ માં નથી તે.
અથવા એકેંદ્રિયથી માંડી પાંચ ઇન્દ્રિય સુધીનાં પ્રાણુઓ છે. એકેંદ્રિય પ્રાણુઓ સ્થાવર કહેવાય, અને બે ઈદ્રિયવાળાં પ્રાણીથી માંડીને પાંચ ઈદ્રિયવાળાં પ્રાણી સુધીનાં ત્રસ કહેવાય. પાંચ ઉપરાંત કોઈ પણ પ્રાણુને ઇદ્રિય હોતી નથી.
એકેંદ્રિય પ્રાણુના પાંચ ભેદ છે : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ.
વનસ્પતિનું જીવત્વ સાધારણ મનુષ્યને પણ કંઈક અનુમાનોચર થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ, આગમપ્રમાણથી, વિશેષ વિચારબળથી કંઈ પણ સમજી શકાય છે, સર્વથા તે પ્રકૃષ્ટજ્ઞાનગોચર છે.
અગ્નિ અને વાયુના જીવ કંઈક ગતિમાન જોવામાં આવે છે. પણ તે પિતાની સમજણશક્તિપૂર્વક હેતું નથી, જેથી તેને સ્થાવર કહેવામાં આવે છે.
એકેંદ્રિય જીવમાં વનસ્પતિમાં જીવત્વ સુપ્રસિદ્ધ છે, છતાં તેના પ્રમાણે આ ગ્રંથમાં અનુક્રમે આવશે. પૃથ્વી, પાણું, અગ્નિ અને વાયુનું જીવત્વ આ પ્રમાણે સિદ્ધ કર્યું છે: [અપૂર્ણ ]
જીવલક્ષણ
७६०
સં. ૧૯૫૩ ચૈિતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, દેહ પ્રમાણ છે, અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત પ્રદેશતા પરિમિત છે, પરિણામી છે, અમૂર્ત છે, અનંત અગુરુલઘુ પરિણત દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય છે; કર્તા છે, ભિક્તા છે,
અનાદિ સંસારી છે, ભવ્યત્વ લબ્ધિ પરિપાકાદિથી એક્ષસાધનમાં પ્રવર્તે છે, મિક્ષ થાય છે, મેક્ષમાં સ્વપરિણમી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org