________________
વર્ષ ૩૦ મું
૫૮૫ પુરુષને નિરોધ થાય તેનું નામ “પરમ સમ્યફચારિત્ર' વીતરાગેએ કહ્યું છે.
મેક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિએ પામે છે, તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનને ઉત્તમ અભ્યાસ કરે.
જે તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો તે પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મહ ન કરે. રાગ ન કરે, ષ ન કરે.
પાંત્રીશ, સેળ, છ, પાંચ, ચાર, બે, અને એક અક્ષરના એમ પરમેષ્ઠીપદના વાચક મંત્ર છે તેનું જાપૂર્વક ધ્યાન કરે. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. [અપૂર્ણ)
૭૬૨
સં. ૧૯૫૩ છે. નમઃ સર્વ દુઃખને આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમ હિત છે.
વીતરાગસન્માર્ગ તેને સદુપાય છે. તે સન્માર્ગને આ પ્રમાણે સંક્ષેપ છે – સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યકુચારિત્રની એકત્રતા તે “મેક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તની સમ્યક પ્રતીતિ થવી તે “સમ્યક્દર્શન' છે. તે તત્ત્વને બંધ થશે તે “સમ્યકજ્ઞાન” છે. ઉપાદેય તત્ત્વને અભ્યાસ કે તે “સમ્યફચારિત્ર' છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વદેવ, નિગ્રંથગુરુ અને સર્વોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્વપ્રતીતિ પ્રાપ્ત થાય છે.
સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મેહ અને સર્વ વીર્યાદિ અંતરાયને ક્ષય થવાથી આત્માને સર્વસવીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસને ઉત્તરોત્તર કમ તેને માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે. ૭૬૩
સં. ૧૫૩ સર્વ કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણુને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરે. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણયને ક્ષય થશે. પિતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.
જ્ઞાનમય આત્મા જેમને પરમત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હે!
બાર પ્રકારના, નિદાનરહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્યભાવનાભાવિત, અહંભાવરહિત એવા જ્ઞાનીને થાય છે.
તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી સ્વકાલપ્રાપ્ત, અને તપથી. એક ચારે ગતિમાં થાય છે, બીજી વ્રતધારીને જ હોય છે.
જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય.
તે નિર્જરાને ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતે પણ ચેડા વખતમાં ઉપશમ સમ્યક્દર્શન પામવાને છે એવા જીવ કરતાં અસંયત સમ્યફદ્રષ્ટિને અસંખ્યાતગુણ નિર્જરી, તેથી દેશવિરતિ, તેથી સર્વવિરતિ જ્ઞાનીને, તેથી
[અપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org