________________
૫૯૦
શ્રીમદ્ રાજચંદ્ર ૬૦ દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કેઈ કેઈન ભાવના કર્તા નથી; તેમ કર્તા વિના થયાં નથી.
૬૧ સર્વ પિતા પોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પિતાના જ ભાવને કર્તા છે. પુદ્ગલકર્મને આત્મા કર્તા નથી; એ વીતરાગનાં વાક્ય સમજવા ગ્ય છે.
૬૨ કર્મ પિતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પિતાના સ્વભાવનુસાર તેમ ભાવકર્મને કરે છે.
૬૩ કર્મ જે કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તે પછી તેનું ફળ કોણ ભગવે? અને તે ફળ કર્મ કેને આપે ?
૬૪ સંપૂર્ણ લેક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સૂમ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધથી.
૬૫ આત્મા જ્યારે ભાવકર્મરૂપ પિતાને સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પિતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે, અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે.
૬૬ કોઈ કર્તા નહીં છતાં પુદ્ગલદ્રવ્યથી જેમ ઘણા સ્કંધની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું.
૬૭ જીવ અને પુગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ ફળ વેદે છે.
૬૮ તેથી કર્મભાવને કર્તા જીવ છે અને ભક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે.
૬૯ એમ કર્તા અને ભક્તા આત્મા પિતાના ભાવથી થાય છે. મેહથી સારી રીતે આચ્છાદિત એ તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
૭૦ (મિથ્યાત્વ) મેહને ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલે એ ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે.
૭૧-૭૨ એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણેની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગપણથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્વથી, અને દશસ્થાનકથી જીવનું નિરૂપણ છે.
૭૩ પ્રકતિબંધ. સ્થિતિબંધ, અનભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે.
૭૪ સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણ.
૭૫ સકળ સમસ્ત તે “કંધ', તેનું અર્ધ તે દેશ, તેનું વળી અર્ધ તે પ્રદેશ અને અવિભાગી તે પરમાણુ'.
૭૬ બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા ગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાને), ગલન (ગળવાને, છૂટા પડી જવાને) સ્વભાવ જેને છે તે પુદ્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી ઐકય ઉત્પન્ન થાય છે.
૭૭ સર્વ કંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત્, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્તિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org