________________
વર્ષ ૩૦ મું
૫૮૭ ૨. સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરે.
૩ પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે લેક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એ “અલેક” છે.
૪૫ “જીવ', “પુદ્ગલસમૂહ', “ધર્મ”, “અધર્મ, તેમ જ “આકાશ”, એ પદાર્થો પિતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે; પિતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેને અસ્તિત્વસ્વભાવ છે તે “અસ્તિકાય”. તેનાથી ઐક્ય ઉત્પન્ન થાય છે.
૬ તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે, અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે “દ્રવ્યસંજ્ઞાને પામે છે.
૭ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે, પણ પિતપતાના સ્વભાવને ત્યાગ કરતાં નથી.
૮ સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્યયધુવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે.
૯ પિતાના સદૂભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પિતાની સત્તાથી અનન્ય છે.
૧૦ દ્રવ્યનું લક્ષણ સત્ છે, જે ઉત્પાદરાયધ્રુવતાસહિત છે, ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વદેવ કહે છે.
૧૧ દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી તેને “અસ્તિ” સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે.
૧૨ પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે છે.
- ૧૩ દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બન્નેને–દ્રવ્ય અને ગુણને અભિન્ન ભાવ તેથી છે.
૧૪ “ચાત્ અતિ”, “સ્થાત્ નાસ્તિ”, “ચાત્ ૩ અતિ નાસ્તિ”, “ચાત્ અવક્તવ્યું, સ્થાત્ “અતિ અવક્તવ્ય”, “સ્થાત્ નાસ્તિ અવક્તવ્ય”, “સ્થાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે.
૧૫ ભાવને નાશ થતું નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે.
૧૬ જીવ આદિ પદાર્થો છે. જીવને ગુણ ચૈતન્ય-ઉપગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાય છે.
૧૭ મનુષ્યપર્યાય નાશ પામેલે એ જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજે થતું નથી.
૧૮ જે જીવ જખ્યું હતુંતે જ જીવ નાશ પામે. વસ્તુત્વે તે તે જીવ ઉત્પન્ન થયા નથી, અને નાશ પણ થયે નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વને થાય છે.
- ૧૯ એમ સને વિનાશ, અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org