________________
વર્ષ ૩૦ મું
૫૭૮ એને યોગ બની જ શકતું નથી, ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને વીતરાગકૃત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહાપુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે.
તે દ્વાદશાંગના મૂળ ઉપદષ્ટ સર્વજ્ઞ વિતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્માપુરુષે નિરંતર ધ્યાન કરે છે, અને તે પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતીતિથી અનુભવે છે. સર્વજ્ઞ વીતરાગનાં વચનને ધારણ કરીને મહત્વ આચાર્યોએ દ્વાદશાંગની રચના કરી હતી, અને સદાશ્રિત આજ્ઞાંકિત મહાત્માઓએ બીજા અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે. આ પ્રમાણે દ્વાદશાંગનાં નામ છે –
(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરૌપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાક અને (૧૨) દૃષ્ટિવાદ.
તેમાં આ પ્રમાણે નિરૂપણ છે :
કાળદોષથી ઘણું સ્થળે તેમાંથી વિસર્જન થઈ ગયાં, અને માત્ર અલ્પ સ્થળે રહ્યાં.
જે અલ્પ સ્થળે રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતામ્બર આચાર્યો કહે છે. દિગંબરે તેમાં અનુમત નહીં થતાં એમ કહે છે કે,
વિસંવાદ કે મતાગ્રહની દ્રષ્ટિએ તેમાં બને કેવળ ભિન્ન ભિન્ન માર્ગની પેઠે જોવામાં આવે છે. દીર્ઘદ્રષ્ટિએ જોતાં તેનાં જુદાં જ કારણે જોવામાં આવે છે.
ગમે તેમ છે, પણ આ પ્રમાણે બને બહુ નજીકમાં આવી જાય છે
વિવાદનાં ઘણાં સ્થળે તે અપ્રજન જેવાં છે પ્રજન જેવાં છે તે પણ પરોક્ષ છે.
અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુગાદિ ભાવ ઉપદેશવાથી નાસિકાદિ ભાવે ઉત્પન્ન થવાને વખત આવે છે, અથવા શુષ્કજ્ઞાની થવાનો વખત આવે છે.
હવે, આ પ્રસ્તાવના અત્રે સંક્ષેપીએ છીએ, અને જે મહાત્માપુરુષે– આ પ્રમાણે સુપ્રતીત થાય તે
हिंसा रहिए धम्मे । अट्ठारस दोस विवज्जिए देवे ॥ निग्गंथे पवयणे । सद्दहणं होई सम्मत्तं ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org