________________
૧૮૦
તથા
જીવને મેાક્ષમાર્ગ છે, નહીં તેા ઉન્માર્ગ છે.
સર્વ દુઃખનો ક્ષય કરનારા એક પરમ સદુપાય,
સર્વ જીવને હિતકારી, સર્વે દુઃખના ક્ષયના એક આત્યંતિક ઉપાય, પરમ સત્તુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંખન વડે, જીવ ભવસાગર તરી જાય છે. ‘સમવાયાંગસૂત્ર'માં કહ્યું છે કે ઃ
શ્રીમદ્ રાજચંદ્ર
આત્મા શું? કર્મ શું ? તેના કર્તા કોણ ? તેનું ઉપાદાન કાણુ ? નિમિત્ત કાણુ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે? શું પરિમાણુમાં તે ખાંધી શકે? એ આદિ ભાવાનું સ્વરૂપ જેવું નિગ્રંથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી.
[અપૂર્ણ]
સં. ૧૯૫૩
૭૫૬ જૈનમાર્ગ વિવેક
પેાતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈનમાર્ગને જાણ્યા છે, તેના સંક્ષેપે કંઇ પણ વિવેક
કરું છું.
:
તે જૈનમાર્ગ જે પદાર્થનું હેાવાપણું છે તેને હાવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. જેને હેાવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે : જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઇ કાઇના સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી.
અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે.
જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ એળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકેચવિકાસનું ભાજન છે. અનાદિથી કર્મગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજરઅમર, શાશ્વત વસ્તુ છે. [અપૂર્ણ]
Jain Education International
૭૫૭
નમઃ સિદ્ધેભ્યઃ મેાક્ષસિદ્ધાંત
અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલા માક્ષસિદ્ધાંત' તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું.
દ્રવ્યાનુયાગ, કરણાનુયાગ, ચરણાનુયાગ અને ધર્મકથાનુયાગના મંહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું.
કર્મરૂપ વૈરીના પરાજય કર્યાં છે એવા અદ્વૈત ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મેાક્ષના પાંચ આચાર જેના
For Private & Personal Use Only
www.jainelibrary.org