________________
વર્ષ ૩૦ મું
પ૭૭ વૃથા છે, માટે તે દુઃખનું મૂળ કારણ જે યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તે દુઃખ માટે નહીં તે નહીં જ મટે.
જે વિચારવાને દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણું યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યા મહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણું લેકે તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે.
ધર્મથી દુઃખ મટે એમ ઘણાખરા વિચારવાની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણે, તફાવત પડ્યો. ઘણા તે પિતાને મૂળ વિષય ચૂકી ગયા; અને ઘણા તે તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામને પામ્યા.
દુઃખનાં મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાય અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે.
દુઃખ શું છે? તેનાં મૂળ કારણે શું છે? અને તે શાથી મટી શકે? તે સંબંધી જિને એટલે વીતરાગોએ પોતાને જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ :
હવે, તે યથાર્થ છે કે કેમ? તેનું અવલેકન કરીએ છીએ :
જે ઉપાયે દર્શાવ્યા તે સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્મચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ “સમ્યફોક્ષ.
સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્રમાં સમ્યફદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે, જોકે સમ્યકજ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે.
જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થવાને વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતું જાય છે, અને કેમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.
સમ્યકદર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક્રસ્વભાવને પામે છે એ સમ્યકદર્શનને પરમ ઉપકાર - છે, તેમ સમ્યક્દર્શન કમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્મચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યકજ્ઞાનપ્રાપ્તિને ઉપાય વીતરાગ શ્રત અને તે શ્રુતત પદેષ્ટા મહાત્મા છે.
વીતરાગકૃતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરૂણાશીળ મહાત્માને યોગ પ્રાપ્ત થે અતિશય કઠણ છે. મહદ્દભાગ્યદયના યુગથી જ તે પેગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે,
तहा रुवाणं समणाणंતે શ્રમણમહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org