________________
પ૭૦
શ્રીમદ્ રાજચંદ્ર
૭૫૧ વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૫૩
સર્વજ્ઞાય નમ: આત્મસિદ્ધિમાં કહેલા સમકિતના પ્રકારને વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાને કાગળ મળે છે.
આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે – (૧) આતપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આસ
પુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમકિતને ત્રીજો પ્રકાર કહ્યો છે.
પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમતિ વીતરાગ પુરુષે માન્ય ક્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા ગ્ય છે, સત્કાર કરવા ગ્ય છે; ભક્તિ કરવા યોગ્ય છે.
કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સપુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે; અર્થાત્ બારમા ક્ષીણમેહગુણસ્થાનક પર્યત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામ્યું “કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સપુરુષે ઉપદેશેલ માર્ગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.
૭૫૨ વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩ લેશ્યા – જીવના કૃષ્ણાદિ દ્રવ્યની પેઠે ભાસ્યમાન પરિણામ. અધ્યવસાય – લેડ્યા પરિણામની કંઈક સ્પષ્ટપણે પ્રવૃત્તિ. સંકલ્પ – કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. વિકલ્પ – કંઈ પણ પ્રવૃત્તિ કરવાને અપૂર્ણ અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. સંજ્ઞા – કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિવિશેષ અથવા સ્મૃતિ.
પરિણામ :- જળના દ્રવણુસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા, તે પરિણતિ.
અજ્ઞાન – મિથ્યાત્વસહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તે તે “અજ્ઞાન”. વિર્ભાગજ્ઞાન – મિથ્યાત્વસહિત અતીંદ્રિયજ્ઞાન હોય તે ‘વિર્ભાગજ્ઞાન”. વિજ્ઞાન – કંઈ પણ વિશેષપણે જાણવું તે “વિજ્ઞાન”.
વવાણિયા, ૧૯૫૩
૭૫૩
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, એર ન ચાહું રે કત;
રીક્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત.” અષભ. ૧ નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થંકર તે મારા પરમ વહાલા છે, જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છેડે નહીં. જ્યારથી સંગ થયે ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. ૧
વિશેષાર્થ – જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષ છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org