________________
૫૪૮
શ્રીમદ્ રાજચંદ્ર કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય?
વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચિતન્ય સ્વરૂપ ગણીએ તે શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડ ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તે તે સંસારી છે જેથી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણને સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વિસની પિઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર માનીએ તેપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ “વિશેષ સ્વભાવ” ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યેગ્ય થાય? અને દેહ તે નાશ પામવા ગ્ય છે, તેથી ઈશ્વરને પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦)
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય;
પછી શુભાશુભ કર્મનાં, ભેગ્યસ્થાન નહિ કેય. ૮૧ તે ફળદાતા ઈશ્વર સિદ્ધ થતું નથી એટલે જગતને નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભેગવવાનાં કઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ક્ષેતૃત્વ કયાં રહ્યું? ૮૧
સમાધાન – સદ્ગુરુ ઉવાચ [ જીવને પિતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે –
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફુરણું, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ભાવકર્મ જીવને પિતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણ તે ગ્રહણ કરે છે. ૮૨
કર્મ જડ છે તે તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું? માટે જીવ કર્મને ભક્તા કે સંભવતે નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે -
જીવ પિતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મ કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પિતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્કૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગણને તે ગ્રહણ કરે છે. (૮૨)
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય;
એમ શુભાશુભ કર્મનું, ભક્તાપણું જણાય. ૮૩ ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, પણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે, એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તે પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. ૮૩
ઝેર અને અમૃત પિતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યું; દીર્ધાયુષતા થાય છે, પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે, એમ જીવને કર્મનું ભક્તાપણું સમજાય છે. (૮૩)
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ. ૮૪
Jain'Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org