________________
૫૬૬
શ્રીમદ્ રાજચંદ્ર
સાદિ અનંત
અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ૦ ૧૯
ભગવાન જો;
શું કહે?
જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી તેહ સ્વરૂપને અન્ય વાણ્ અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વે ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનારથરૂપ જો; તાપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાણું તે જ સ્વરૂપ જો. અપૂર્વ૦ ૨૧
૭૩૯ મેરખી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩
મુનિજી પ્રત્યે,
વવાણિયે પત્ર મળ્યું હતું. અત્રે શુક્રવારે આવવું થયું છે. થાડા દિવસ અત્રે સ્થિતિ સંભવે છે. નડિયાદથી અનુક્રમે કયા ક્ષેત્ર પ્રત્યે વિહાર થવા સંભવે છે, તથા શ્રી દેવકીર્ણાદિ મુનિ કયાં એકત્ર થવાનો સંભવ છે, તે જણાવવાનું અને તા જણાવવા કૃપા કરશોજી.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને કહ્યું છે; તે વિશેષ અનુપ્રેક્ષા કરવા ચેાગ્ય છે.
હાલ કયાં શાસ્ત્ર વિચારવાના યાગ વર્તે છે, તે જણાવવાનું અને તે જણાવવાની કૃપા કરશેાજી. શ્રી દેવકીર્ણાદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
૭૪૦
મોરબી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩ ‘આત્મસિદ્ધિ’વિચારતાં આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ ? તે લખવાનું
થાય તે લખશે.
કોઈ પુરુષ પાતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવાને તે પદ્ધતિના અવલેાકનથી જેવા સદાચાર તથા સંયમના લાભ થાય છે, તેવા લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતા નથી, તે લક્ષ રાખવા યેાગ્ય છે.
Jain Education International
૭૪૧ મેરખી, માહ સુદ ૧૦, શુક્ર, ૧૯૫૩ સર્વજ્ઞાય નમ:
અત્રે થોડાક દિવસ પર્યંત સ્થિતિ થવી સંભવે છે.
ઇડર જવાના હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશે. શ્રી ડુંગરને આવવા માટે વિનંતિ કરશે. તેમને પણ તૈયાર રાખશે. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લેાક-અપેક્ષામાં યાગ્ય ન દેખાય. કેમકે અવસ્થા ફેર. પણ એવા વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. પરમાર્થવૃષ્ટિ પુરુષને અવશ્ય કરવા યેાગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમને વિશેષ લાભ થવા યોગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છેડી દઈ આવવાના વિચાર રાખવે.
શ્રી ડુંગર તથા લહેરાભાઇ આફ્રિ મુમુક્ષુને યથા
For Private & Personal Use Only
www.jainelibrary.org