________________
વર્ષ ૨૯ મું
૫૫૧ કઈ જાતિમાં મેક્ષ છે, કયા વેષમાં મેક્ષ,
એને નિશ્ચય ના બને, ઘણુ ભેદ એ દોષ. ૯૪ બ્રાહ્મણદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એને નિશ્ચય પણ ન બની શકે એવે છે, કેમકે તેવા ઘણું ભેદો છે, અને એ દોષે પણ મેક્ષને ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતું નથી. ૯૪
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યા તણે, શે ઉપકાર જ થાય? ૫ તેથી એમ જણાય છે કે મેક્ષને ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદને ઉપાય પ્રાપ્ત થવું અશક્ય દેખાય છે. ૫
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ;
સમજું મક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જો મેક્ષને ઉપાય સમજું તે સદ્ભાગ્યને ઉદય-ઉદય થાય. અત્રે “ઉદય” “ઉદય” બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મેક્ષપદની જિજ્ઞાસાનું તીવપણું દર્શાવે છે. ૯૬
સમાધાન – સદ્દગુરુ ઉવાચ [મેક્ષને ઉપાય છે, એમ સરુ સમાધાન કરે છે –]
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત;
થાશે મેોિપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તે મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશેઅને ‘સહજ’ એ બે શબ્દ સદ્દગુરુએ કહ્યા છે તે જેને પાંચ પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મેક્ષપા. સમજાવે કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મેક્ષપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યા છે, એમ સદ્દગુરુનાં વચનને આશય છે. ૯૭
કર્મભાવ અજ્ઞાન છે, મેક્ષભાવ નિજવાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પિતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનને સ્વભાવ અંધકાર જેવું છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણું કાળને અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮
જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ;
તે કારણ છેદક દશા, એક્ષપંથ ભવઅંત. ૯ જે જે કારણે કર્મબંધનાં છે, તે તે કર્મબંધને માર્ગ છે, અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષને માર્ગ છે, ભવને અંત છે. ૯
- રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મેક્ષને પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મને બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષને માર્ગ છે. ૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org