________________
વર્ષ ૨૯ મું
૬.૦
مد
જેની માક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહેાતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મેાક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ ખીજું શું આપવાના હતા ?
૪૯૯
મુંબઇ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨
હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારા નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારા પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવા, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયામાં પ્રવર્તન કરતા છતાં મેક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઇ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શેાધવા માટે અથડાતા જીવાને શ્રી મહાવીરનું દર્શન કયાંથી થાય ?
આ દુષમકાળના દુર્ભાગી જીવા ! ભૂતકાળની ભ્રમણાને છેડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવા એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવાની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
મુમુક્ષુ જીવાનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.
વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલા લખ્યા નથી, પણ કર્મબંધનથી દુ:ખી થતા જગતના જીવાની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમના ઉદ્ધાર કરવાની નિષ્કારણુ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૐ શ્રી મહાવીર [ અંગત ]
Jain Education International
૬૮૧
મુંબઇ, ચૈત્ર વદ ૧, ૧૯૫૨
પત્ર મળ્યું છે. કેટલાક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહેાંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારયેાગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણુયાગ પ્રત્યે દૃષ્ટિ કરતાં હજી પણ કેટલાક વખત એવી સ્થિતિ વેદવા યાગ્ય લાગે છે. વચને વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચના વાંચવા મેાકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશે. તેએ અત્રે પુછાવશે તે પ્રસંગયેાગ્ય લખીશું.
કદાપિ તે વચના વાંચવા વિચારવાને તમને પ્રસંગ મળે તેા જેટલી અને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશે. અને તે વચના હાલ તે તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશે, પ્રચલિત ન કરશે. એ જ વિનંતિ.
૬૮૨
મુંબઇ, ચૈત્ર વદ ૧, સેામ, ૧૯૫૨ ધ્યેય મુમુક્ષુ ( શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલેક વખત થયાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું અને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણવિશેષ
For Private & Personal Use Only
www.jainelibrary.org