________________
૭૧૮
નડિયાદ, આ
વદ ૧, ગુરુ, ૧૫૨
આત્મસિદ્ધિ જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧ જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા ગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્લું એવા શ્રી સદ્દગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. ૧
વર્તમાન આ કાળમાં, મેક્ષમાર્ગ બહુ લેપ;
વિચારવા આત્માથને, ભાખે અત્ર અગ. ૨ આ વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ ઘણો લેપ થઈ ગયો છે, જે મેક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ-શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. ૨
આ “આત્મસિદ્ધિશાસ્ત્રની ૧૪ર ગાથા “આત્મસિદ્ધિ' તરીકે સં. ૧૯૫૨ ના આસો વદ ૧ ગુરવારે નડિયાદમાં શ્રીમની સ્થિરતા હતી ત્યારે રચી હતી. આ ગાથાઓના ટૂંકા અર્થ ખંભાતના એક પરમ મુમુક્ષ શ્રી અંબાલાલ લાલચંદે કરેલ છે, જે શ્રીમની દૃષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે,
જ આંક ૭૩૦ને પત્ર). આ ઉપરાંત “શ્રીમદ્ રાજચંદ્રની પહેલી અને બીજી આવૃત્તિમાંના આંક ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૫૦, ૪૫૧ ના પત્રો શ્રીમદે પિતે આત્મસિદ્ધિના વિવેચનરૂપે લખેલ છે. જે આત્મસિદ્ધિ રચી તેને બીજે દિવસે એટલે આસો વદ ૨, ૧૯૫૨ ને લખાયેલા છે. આ વિવેચન જે જે ગાથા અંગેનું છે તે તે ગાથા નીચે આપેલ છે.
૧. પાઠાંતર : ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અગોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org