________________
૫૩૪
શ્રીમદ્ રાજચંદ્ર સદૂગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય;
સમજો જિનસ્વભાવ તે, આત્મભાનને ગુજ્ય. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પિતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તે સત્તાએ સર્વ જીવનું છે. તે સદૂગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (૧૨)
આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર,
- પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ જે જિનાગમાદિ આત્માના હોવાપણને તથા પરલેકાદિના હોવાપણાને ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુને જગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે, પણ સદ્દગુરુ સમાન તે બ્રાંતિના છેદક કહી ન શકાય. ૧૩
અથવા સદૂગુરૂએ કહ્યાં, જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ અથવા જે સગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તે તે શા મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છેડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. ૧૪
રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ,
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પિતાની ઈચ્છાએ ચાલે છે, એનું નામ “સ્વછંદ છે. જે તે સ્વરછંદને રેકે તે જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમને એકકે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫
પ્રત્યક્ષ સદ્દગુરુ વેગથી, સ્વછંદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. ૧૬ પ્રત્યક્ષ સદૂગુરુના વેગથી તે સ્વછંદ રોકાય છે, બાકી પિતાની ઈચ્છાએ બીજા ઘણુ ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણું થાય છે. ૧૬
સ્વછંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ;
સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ સ્વછંદને તથા પિતાના મતના આગ્રહને તજીને જે સદૂગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમક્તિ’ કહ્યું છે. ૧૭
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ માન અને પૂજાસત્કારાદિનો લાભ એ આદિ મહાશત્રુ છે, તે પિતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. ૧૮ ૧. પાઠાંતર :
અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org