________________
૫૧૧
વર્ષે ૨૯
વિચાર, વિચારવાન પુરુષ છોડી દઇ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાના વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઇ, અથવા તેમાં અંતરપરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધને વારંવારના વિક્ષેપ છેડી દઈ, યથાર્થ આત્મભાવના વિચાર કરવાનું લક્ષગત કરા તેા તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત્ અનેા કે ન ખને તાપણુ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેના જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે.
તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઇને અમને ખેદ થતા આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપના વિચાર કરી શકે છે, કે તમને તેને આટલા બધા પરિચય ખેદ્યના હેતુ લાગતા નથી ? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધા હાય તા ચાલે તેવું છે, તેમાં લગભગ ‘જાગૃતિ'કાળના ઘણા ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ? તે વિષે ક્વચિત્ કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યેાગ્ય અવસર છે. લાકો માત્ર વિચારવાન કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણુ નથી, અથવા ખાદ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તૃત્વના માહાત્મ્યમાં કંઈ કલ્યાણુ નથી, એમ અમને તે લાગે છે. આ કંઇ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઇ હેતુ છે, એમ વિચારવું છેડી દઈ, જે કંઇ તે વચનાથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાના વિચાર રાખવા એ જ સુવિચારસૃષ્ટિ છે.
લાક સમુદાય કોઈ ભલા થવાના નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્જન્ય નથી. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દેભતાથી, અને હતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશે તે દૃષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાના હેતુ થશે.
૭૦૩
રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે.
ઘણું કરીને બધા માર્ગમાં મનુષ્યપણાને મેાક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યાં દેખાય છે. જિનેાક્ત માર્ગને વિષે તેવા ઉપદેશ કર્યાં દેખાતા નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવા ઉપદેશ કર્યાં દૃષ્ટિગોચર થાય છે. જિનાક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે; અર્થાત્ તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તે સંસાર ત્યાગ કરી દેવે એવા ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનેાત્પત્તિના સંભવ રહેત તે ન થાય અને તેથી વંશના નાશ શ્વા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મેાક્ષસાધનરૂપ ગણ્યું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવા અભિપ્રાય જિનના કેમ હાય ?' તે જાણવા આફ્રિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org