________________
૫૦૪
શ્રીમદ્ રાજચંદ્ર
તે મહાભાગ્યના આશ્રય કર્યાં, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાર્દિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરૂષને આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંચાગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેના ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા ઘેાડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
તમે તથા શ્રી મુનિ પ્રસંગેાપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશેા, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તે મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.
શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગના સદાય આશ્રય રહેા.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિકાઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય.
૬૩
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯પર જેને મૃત્યુની સાથે મિત્રતા હાય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હાય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હાય, તે ભલે સુખે સૂએ.
શ્રી તીર્થંકર – છજીવનિકાય અધ્યયન. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણેા વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ યાગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષ,ને સંભવ રહ્યો છે.
કોઇક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવાએ ભક્તિમાર્ગને તે જ કારણેાથી આશ્રય કર્યાં છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમ જ વર્યાં છે, તથાપિ તેવા યાગ પ્રાપ્ત થવા જોઈએ; નહીં તો ચિંતામણિ જેવા જેને એક સમય છે એવા મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિને હેતુ થાય.
૬૯૪
મુંબઈ, અસાડ સુદ ૨, રવિ, ૧૯૫૨
આત્માથી શ્રી સેાભાગ પ્રત્યે, શ્રી સાયલા.
· શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક તમારા લખેલા કાગળ તથા શ્રી લહેરાભાઈના લખેલા કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક શ્રી સાભાગે લખ્યું કે નિશ્ચય અને વ્યવહારનાં અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મેાક્ષની ના તથા હા કહી હેવાના સંભવ છે, એ વિચાર વિશેષ અપેક્ષાથી યથાર્થ દેખાય છે, અને લહેરાભાઇએ જણાવ્યું છે કે વર્તમાનકાળમાં સંઘયણાદિ હીન થવાનાં કારણથી કેવળજ્ઞાનના નિષેધ કર્યાં છે; તે પણ અપેક્ષિત છે. આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :જેવા કેવળજ્ઞાનને અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવા જ તેને અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org