________________
વર્ષ ર૦ મું
૫૦૩ સાધન છે. યાવત્ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારે નિશ્ચય વર્તે છે, એમ જાણું પ્રસન્ન થવા યોગ્ય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણે વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત ૧૯૫૨ ના આ માસની પૂર્ણતા સુધી કે સં. ૧૯૫૩ ના કારતક સુદિ પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી.
શ્રી માણેકચંદે લખેલે કાગળ મળે છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તે જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે, ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિદ્મહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવને વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે. તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મમક્ષને તે માટે નિત્ય સત્સમાગમને આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.
જ્યાં સુધી જીવને તે યુગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારને હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનને સમાગમ તથા સલ્લાસ્ત્રને પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ; વારંવાર જીવ આ વાત વીસરી જાય છે, અને તેથી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતે નથી.
શ્રી સુંદરલાલની ગતિ વિષેને પ્રશ્ન વાંચે છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યંગ્ય છે, તેમ તે વિષે વિકલ્પ કરે એગ્ય પણ નથી.
દ૯૧ મુંબઈ, બીજા જેઠ વદ ૬, ગુરુ, ૧૫ર
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય, તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતે હોય તે લખશે. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જે કંઈ લખવા ઈચ્છા થાય તે લખશે.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂમસંપરા ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમકિત અને પુલકિલબ્ધિ એ ભાવે મુખ્ય કરીને વિચછેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેને તેને જે પરમાર્થ ભાસતે હોય તે લખશે. તમને તથા લહેરાભાઈને આ વિષે જે કંઈ લખવાની ઈચ્છા થાય તે લખશે.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાને માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તે લખશે, તેમ જ તે વિષે જે તમારી તથા લહેરાભાઈની લખવાની ઈચ્છા થાય તે લખશે. ઉપર જણાવેલા પ્રશ્નોને પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તે તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારને લક્ષ રાખશે.
૬૯૨
મુંબઈ, બીજા જેઠ વદ, ૧૫ર દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org