________________
વર્ષ ર૯ મું
૫૦૫ હોય એમ જિનાગમને હાલ રૂઢિઅર્થ છે બીજાં દર્શનમાં એ મુખ્યર્થ નથી, અને જિનાગમથી તે મુખ્યર્થ લેકમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનને અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જે બધા અત્રે લખી શકવાનું બની શકયું નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી, કેમકે તે યથાવસરે લખવા ગ્ય લાગે છે. જે લખ્યું છે તે ઉપકારદ્રષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખશે.
ગધારીપણું એટલે મન, વચન અને કાયાસહિત સ્થિતિ હોવાથી આહારાદિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપગાંતર થવાથી કંઈ પણ વૃત્તિને એટલે ઉપયોગને તેમાં નિરોધ થાય. એક વખતે બે ઉપગ કોઈને વર્તે નહીં એ સિદ્ધાંત છે ત્યારે આહારાદિ પ્રવૃત્તિના ઉપયોગમાં વર્તતા કેવળજ્ઞાનીને ઉપયોગ કેવળજ્ઞાનને ય પ્રત્યે વર્તે નહીં, અને જો એમ બને તે કેવળજ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિત થયું ગણાય. અત્રે કદાપિ એમ સમાધાન કરીએ કે, આરસીને વિષે જેમ પદાર્થ પ્રતિબિંબિત થાય છે, તેમ કેવળજ્ઞાનને વિષે સર્વ દેશકાળ પ્રતિબિંબિત થાય છે, કેવળજ્ઞાની તેમાં ઉપગ દઈને જાણે છે એમ નથી, સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે, માટે આહારાદિમાં ઉપયોગ વર્તતાં સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તે ત્યાં પ્રશ્ન થવાયેગ્ય છે કેઃ “આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તે કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપગ પ્રત્યે હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યંગ્ય ય આત્મા તેથી જાણે?”
સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી “સિદ્ધને કહીએ તે સંભવિત થવા ગ્ય ગણાય; કેમકે તેને ગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ ગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તે ગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તે “દેહધારી કેવળી” અને “સિદ્ધીને વિષે કેવળજ્ઞાનને ભેદ થતું નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જેવામાં આવે છે કે –
“કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે -‘સગી ભવસ્થ કેવળજ્ઞાન”, “અગી ભવસ્થ કેવળજ્ઞાન.” સગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સગી કેવળજ્ઞાન, અપ્રથમ સમય એટલે અગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે – પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.”
એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેને પરમાર્થ શો હોવો જોઈએ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તે ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે “કશે પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પને અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એ ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તે તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી, ત્યારે ભેદ પાડવાનું કારણ શું?” એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમને પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org