________________
૪૮૮
શ્રીમદ્ રાજચંદ્ર એ બને વાકય લેકભાષામાં પ્રવર્યા છે, તે આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાકયને સારભૂત અર્થ થયે; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલે વિભાગાર્જ થઈ શકવા યંગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપગ વર્તાવો ઘટે છે.
અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલેકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.
સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જા નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐકય ન બન્યું એ નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને શમાય, એ નિસંદેહ છે.
અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલ એ આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતે, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચી છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.
પર મુંબઈ, કારતક સુદ ૩, સોમ, ૧૯૫૨ શ્રી વેદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગદ્રષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથારૂપ ગ ન હોય તે વાંચવા ગ્ય છે;) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા ગ્ય છે. પિતાનું ક્ષપશમબળ ઓછું જાણીને અહંમમતાદિને પરાભવ થવાને નિત્ય પિતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ.
૬૫૩ મુંબઈ, કાર્તિક સુદ ૧૩, ગુરુ, ૧લ્પર બે પત્ર મળ્યાં છે.
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. એ જ વિનંતિ.
સહજામસ્વરૂપ
૬૫૪ મુંબઈ, કારતક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨ પ્રથમ એક પત્ર મળ્યું હતું. જે પત્રને પ્રત્યુત્તર લખવાને વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પતું લખવાને વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે.
અંતર્લક્ષવત્ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ કર્મ કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે બેય પત્ર લખ્યાં તેથી કશી હાનિ નથી.
હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી ગવાસિષ્ઠ વાંચશો. શ્રી ભાગ અત્રે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org