________________
४८६
શ્રીમદ્ રાજચંદ્ર
મુંબઈ, આસે, ૧૫૧ અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પિતાની શક્તિએ, સદૂગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધ અશકય છે એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્દગુરુચરણના આશ્રયે કરી બેધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્દગુરુને સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ ધ સ્થિર રહે વિકટ છે.
-
મુંબઈ, આસે, ૧૯૫૧
દ્રશ્યને અદ્રશ્ય કર્યું, અને અદ્રશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વિર્ય વાણીથી કહી શકાયું ગ્ય નથી.
મુંબઈ, આસે, ૧૫૧ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તે પછી આખી આયુષ્યસ્થિતિ!
એક પળને હીન ઉપગ તે એક અમૂલ્ય કૌસ્તુભ છેવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તે તેવી સાઠ પળની એક ઘડીને હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિને હીન ઉપગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને આનંદ ભેગવે છે એનું શું કારણ હોવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીને હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઈચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે ?
૬૫૦
મુંબઈ, આસે, ૧૫૧ અંતર્મુખવૃષ્ટિ જે પુરુષની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોને સંગ છે, તે કંઈ પણ દ્રષ્ટિને આકર્ષે એ ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તે પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તેપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા ગ્ય પદાર્થોદિને ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરે ઘટે. જોકે આરંભ પરિગ્રહને ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્ગખવૃત્તિને હેતુ હોવાથી વારંવાર તેને ત્યાગ ઉપદેશ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org