________________
વર્ષ ૨૮ મું
૪૮૫ કરવા ગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ ગ્ય ન હોય એટલે ઉપયોગ કરી ક્રમ કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂકયા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.
મુંબઈ, આસો વદ ૩, રવિ, ૧૯૫૧ પત્ર મળ્યું છે.
અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવની પરિણતિ એકદમ ન થઈ શકે, કિવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવે પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમને વેગ ન હોય ત્યારે તે ભાવે જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સન્શાસ્ત્રને પરિચય કર એગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તે અનંતકાળથી અભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.
સહજાભસ્વરૂપે પ્રણામ.
૬૪૫ મુંબઈ, આસો વદ ૧૧, ૧૫૧ પરમનૈષ્ઠિક, સત્સમાગમ યેગ્ય, આર્ય શ્રી સભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા.
યથાયોગ્યપૂર્વક :- શ્રી ભાગનું લખેલું પત્ર મળ્યું છે.
સમજ્યા તે શમાઈ રહ્યા,” તથા “સમજ્યા તે સમાઈ ગયા, એ વાક્યમાં કંઈ અસર થાય છે કે કેમ? તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે? તેમ જ સમજવા ગ્ય શું? તથા શમાવું શું? તથા સમુચ્ચયવાક્યને એક પરમાર્થ શું? તે વિચારવા યુગ છે, વિશેષપણે વિચારવા
ગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાકયોને વિશેષ પરમાર્થ લક્ષગત થત હોય તે લખવાનું અને તે લખશો. એ જ વિનંતિ.
સહજાભસ્વરૂપે યથાવ
૬૪૬
મુંબઈ, આસે, ૧૫૧ સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખને અનુભવ કરે પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલેક, મેક્ષ આદિ ભાવનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે.
વર્તમાનમાં જે પિતાનું વિદ્યમાનપણું છે, તે ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું
અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારને આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત્ હોવાપણું ન હોય, તે મધ્યમાં તેનું હોવાપણું ન હોય એ અનુભવ વિચારતાં થાય છે.
વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી, એ શ્રી જિનને અભિમત છે, તે વિચારવા યોગ્ય છે.
ડ્રદર્શનસમુચ્ચય' કંઈક ગહન છે, તે પણ ફરી ફરી વિચારવાથી તેને કેટલેક બોધ થશે. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીનાં વચનને વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. મારા યોગ્ય કામકાજ લખશે. એ જ વિનંતિ.
લિ. રાયચંદના પ્રણામ વાંચશે. ૧. જુઓ આંક ૬૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org