________________
વર્ષ ૨૮ મું
૪૮૩ આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત બની શકે. તથાપિ લખવામાં હાલ વિશેષ ઉપગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ શ્રી દેવકરણજીએ પણ હજી તે વિષે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.
સહજસ્વરૂપે યથાયોગ્ય.
૬૩૪ વવાણિયા, ભાદરવા સુદ ૭, ભેમ, ૧૯૫૧ આજ દિવસ પર્યંત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન, વચન, કાયાના વેગથી મારાથી કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયે હોય તે ખરા અંતઃકરણથી લઘુતાભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાને વિચાર છે.
લિ૦ રાયચંદના યથા૦
૬૩૫ વવાણિયા, ભાદરવા સુદ ૭, ભેમ, ૧૫૧ સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પયંત તમારા પ્રત્યે મન, વચન અને કાયાના પેગથી જે કંઈ જાણતા અજાણતાં અપરાધ થયેલ હોય તે સર્વભાવે ખમાવું છું. તેમ જ તમારા સત્સમાગમવાસી સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું.
અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ ૧૫ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિક્ષેત્રે પંદર દિવસની લગભગ સ્થિતિ થાય તે કરવા વિષે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિક્ષેત્ર લક્ષમાં હોય તે લખશે.
આ૦ સહજાભસ્વરૂપ
૬૩૬ વવાણિયા, ભાદરવા સુદ ૯, ગુરુ, ૧૯૫૧ નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિત્તે કરીને જેને ઈદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારેને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે
છે, એવા જીવને જેટલું બને તેટલે તે તે નિમિત્તવાસી જને સંગ ત્યાગ ઘટે છે, અને નિત્ય પ્રત્યે સત્સંગ કરે ઘટે છે.
સત્સંગના અગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદેશ પ્રત્યે ઉપગ દેવે ઘટે છે. તમારું પત્ર મળ્યું છે. આજ પર્યંત સર્વભાવે કરીને ખાવું છું.
૬૩૭
વવાણિયા, ભાદ્રપદ સુદ ૯, ગુરુ, ૧૯૫૧ આજ દિન પર્યંત સર્વભાવે કરી ખમાવું છું. નીચે લખેલાં વાકય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે.
અનુભવપ્રકાશ” ગ્રંથમાંનો શ્રી પ્રહૂલાદજી પ્રત્યે સદ્ગુરુ દેવે કહેલે ઉપદેશપ્રસંગ લખે તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કેઈ સર્વ દુઃખ મટાડવાને ઉપાય જ્ઞાની પુરુષોએ જાણ્યું નથી. એ જ વિનંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org