________________
વર્ષ ૨૮ મું
૪૮૧ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઈદ્રિય લબ્ધિ સામાન્યપણે પાંચ પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિયપર્યત સામાન્યપણે મનુષ્ય પ્રાણીને પાંચ ઇન્દ્રિયની લબ્ધિને ક્ષયપશમ હોય છે. તે ક્ષપશમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ-દદ્રિયને ગુણ છે, તથાપિ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જેવામાં આવી શકે નહીં, કેમકે ચક્ષુ-ઈદ્રિયની ક્ષયોપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે, અર્થાત્ ક્ષયોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક હદથી છેટે હોય તે ચક્ષુથી દેખાઈ શકતી નથી, તેમ બીજી ઇન્દ્રિયની લબ્ધિ સંબંધી ક્ષપશમશક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાનદર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સૂંઘી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે.
" બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં, આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે, તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાનાવડીએ સાંભળી શકાય છે. બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગાએથી ગંધ પરીક્ષા થાય; અમુક જગાએથી રસની પરીક્ષા થાય; જેમકે સાકરને સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે ?” તેને સંક્ષેપમાં ઉત્તર :
જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગટ્યાં હોય તે સર્વ પ્રદેશ તથા પ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયકપણું હોય, પણ જ્યાં ક્ષપશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયકપણું હોય. જે જીવને અત્યંત અ૯પ જ્ઞાનદર્શનની સોપશમશક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાયકપણું હોય છે. તેથી વિશેષ ક્ષપશમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત (પ્રગટ) થાય છે, તેથી વિશેષ ક્ષપશમે સ્પર્શ અને રસેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે, એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા ગ્ય એ પંચેદિય સંબંધી પશમ થાય છે. તથાપિ ફપશમદશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વીગે તે પંચંદ્રિય સંબંધી જ્ઞાન, દર્શન થતાં નથી, કેમકે શક્તિનું તેવું તારતમ્ય (સત્વ) નથી, કે પાંચ વિષય સર્વાગે ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે, પણ અત્રે તે સામાન્ય ક્ષપશમ, અને તે પણ ઇદ્રિય સાપેક્ષ ક્ષયોપશમને પ્રસંગ છે. અમુક નિયત પ્રદેશમાં જ તે ઈદ્રિયલબ્ધિનું પરિણામ થાય છે તેનો હેતુ ક્ષપશમ તથા પ્રાપ્ત થયેલી મેનિને સંબંધ છે કે નિયત પ્રદેશ (અમુક મર્યાદા–ભાગમાં) અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય.
ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા દવા સારુ તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તેને સંક્ષેપમાં ઉત્તર :–
તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપગ રેકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તે સર્વ પ્રદેશ મૂગત સ્થિતિ પણ ભજે છે, અને કઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશદ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. આમ થવાને હેતુ પણ અવ્યાબાધ નામને જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, તેમ વીયાંતરાયના ક્ષપશમનું સમવિષમ પણું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org