________________
૪૮૨
શ્રીમદ્ રાજચંદ્ર આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે, અને તેવાં પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત્ ઈચ્છા પણ રહે છે; તથાપિ લખવામાં વિશેષ ઉપગ રેકાઈ શકવાનું ઘણું મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. અને કેઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તે હાલ તે તથા પ્રકારે રહેવા ગ્ય છે તે પણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી.
૬૩૧ વવાણિયા, શ્રાવણ વદ ૧૪, સેમ, ૧૫૧ પ્રથમ પદમાં એમ કહ્યું છે કે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત કાલેકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે. તત્વસ્વરૂપ એવાં સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદ છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમાં માત્ર કથનજ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમકે તે અપૂર્વભાવને અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા ગ્ય નથી.
બીજા પદને સંક્ષેપ અર્થ : “હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાઘને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણે ઉપદેશ્યાં છે. તત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્વ કહ્યું છે.”
૬૩૨ વવાણિયા, શ્રાવણ વદિ ૧૪, સોમ, ૧૫૧ બાળપણા કરતાં યુવાવસ્થામાં ઈન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેનાં શું કારણ હોવાં જોઈએ?” એમ લખ્યું તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા ગ્ય છે –
કમે જેમ વય વધે છે, તેમ તેમ ઈન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણે પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કાર કિમે કરી વિશેષાકારે પરિણમે છે.
૬૩૩ વવાણિયા, શ્રાવણ વદ ૧૪, સોમ, ૧૫૧ આત્માર્થઇચ્છા એગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી સૂર્યપુર.
- તમારા લખેલા બે કાગળ તથા શ્રી દેવકરણજીને લખેલે એક કાગળ એમ ત્રણ કાગળ મળ્યા છે. આત્મસાધના માટે શું કર્તવ્ય છે એ વિષે શ્રી દેવકરણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તે કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે, એમ તેમને જણાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org