________________
વર્ષ ૨૮ મું
૬ર૮
વવાણિયા, શ્રાવણ વદ ૬, રવિ, ૧૯૫૧
અત્રે પર્યુષણ પૂરાં થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે.
કેવળજ્ઞાનાદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યાં હતાં તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરેએ કરવા યોગ્ય છે.
ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા ગ્ય છે કે કેમ ? આ પ્રશ્ન પ્રત્યે તમ વગેરેથી બને તે વિચાર કરશે. શ્રી ડુંગરે તે જરૂર વિચાર કરવા યોગ્ય છે.
કંઈ ઉપાધિગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે, તેપણ બને તે અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તે કરશે.
સહજાન્મભાવનાએ યથાવ
૬૨૯ વવાણિયા, શ્રાવણ વદ ૧૧, શુક, ૧૯૫૧ આત્માથી શ્રી સભાગ તથા શ્રી ડુંગર, શ્રી સાયલા.
અત્રેથી પ્રસંગે લખેલાં ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમનાં બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નને ઉત્તર લખે તે સામાન્યપણે યંગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષમ આલેચનથી તે પ્રશ્નને ઉત્તર લખવા યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે: “ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા ગ્ય છે કે કેમ? અર્થાત્ બધા ગુણને સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય ? કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે? તેના ઉત્તરમાં એમ લખ્યું કે : “આત્માં ગુણ છે. તેને ગુણ જ્ઞાનદર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિરક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું?” તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે.
ચેાથે પ્રશ્ન “કેવળજ્ઞાન આ કાળમાં હોવા ગ્ય છે કે કેમ?” તેને ઉત્તર એમ લખે કે : પ્રમાણથી જોતાં તે હોવા ગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણે વિચાર કરવા યોગ્ય છે. એ ચેથા પ્રશ્નને વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશે કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ? અને તેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાસ્યમાન થતું હોય તે તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ? કિંવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાને જુદો કંઈ છે, અને કેવળજ્ઞાનનું સ્વરૂપ બીજા કેઈ પ્રકારે હોવા ગ્ય છે તથા સમજવા ગ્ય છે ?” આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમ જ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણું પ્રકારે વિચારવા ગ્ય છે. વિશેષ અનપેક્ષા કરી, એ બન્ને પ્રશ્નના ઉત્તર લખવાનું અને તે કરશે. પ્રથમના બે પ્રશ્ન છે, તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તે તે પણ લખશે. તમે પાંચ પ્રશ્નો લખ્યાં છે, તેમાંનાં ત્રણ પ્રશ્નના ઉત્તર અને સંક્ષેપમાં લખ્યા છે.
પ્રથમ પ્રશ્ન – જાતિસ્મરણજ્ઞાનવાન પાછળને ભવ કેવી રીતે દેખે છે?” તેને ઉત્તર આ પ્રમાણે વિચારશે –
નાનપણે કઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મેટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, “પૂર્વભવમાં અનુભવેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org