________________
વર્ષ ૨૮ મું
૪૫૭ ૫૮૦ મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૫૧ કેટલાક વિચારે જણાવવાની ઇચ્છા રહ્યા કરતાં છતાં પણ કોઈ ઉદય પ્રતિબંધથી તેમ થઈ શકતાં કેટલેક વખત વ્યતીત થયા કરે છે. જેથી વિનંતિ છે કે તમે જે કંઈ પણ પ્રસંગોપાત્ત પૂછવા અથવા લખવા ઈચ્છા કરતા હો તે તેમ કરવામાં મારા તરફને પ્રતિબંધ નથી, એમ સમજી લખવા અથવા પૂછવામાં અટકશે નહીં. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
- ૫૮૧ મુંબઈ, ચૈત્ર વદ ૮, બુધ, ૧૯૫૧ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે.
લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારે જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિને ઉદય હોવાથી કેઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તે પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાને વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ વિનંતી.
પ્રણમ. ૫૮૨
મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૫૧ આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકેચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે. શુભેચ્છાસંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર.
વિશેષ વિનંતિ કે, તમારું લખેલું પતું ૧ પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશે પડે એવી જાતને બાહ્ય વ્યવહારને ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જે ઉપદેશ દર તે, માર્ગને વિરોધ કરવા જેવું છે, અને એમ જાણુને તથા તેના જેવાં બીજાં કારણનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકેને અંદેશાને હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે, અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઈચ્છિત પ્રવૃત્તિ નથી. પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારને ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણી વાર ચિત્તમાં શાચ રહે છે; પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી, ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશેષ સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે, કેમકે તેમાં સારભૂતપણે કંઈ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજે આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તે તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી, છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાને કંઈ પણ વિચાર મેં કર્યું હતું, તથાપિ તે કેમ ફેરવતાં બીજાં વિષમ કારણોને આગળ પર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી એગ્ય લાગવાથી તેમ કર્યું છે, આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે, પણ કેઈ લેકવ્યવહારરૂપ કારણથી આવવા વિષે વિચાર વિસર્જન કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org