________________
૭૨
શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સધર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસતગુરુ તથા અસધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય સંભવે છે, અથવા જ્ઞાનીને વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવેને જે મર્યાદા પછી ઈચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ ‘અનંતાનુબંધી હવા ગ્ય છે. સંક્ષેપમાં અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.
જે પુત્રાદિ વસ્તુ લેકસંજ્ઞાઓ ઈચ્છવા ગ્ય ગણાય છે, તે વસ્તુ દુઃખદાયક અને અસારભૂત જાણી પ્રાપ્ત થયા પછી નાશ પામ્યા છતાં પણ ઈચ્છવા યોગ્ય લાગતી નહોતી, તેવા પદાર્થની હાલ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને તેથી અનિત્યભાવ જેમ બળવાન થાય તેમ કરવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે, એ આદિ ઉદાહરણ સાથે લખ્યું તે વાંચ્યું છે.
જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા ગ્ય છે, એવા જ્ઞાની પુરુષને પણ સંસારપ્રસંગને ઉદય હેય તે જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તે તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એ ઉપદેશ એ વચનેથી આત્મામાં પરિણમી કરવા યે છે, એમાં સંશય ઘટતે નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશકય થતી હોય તે પ્રસંગ સંક્ષેપ કરવ ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષને ભૂમિકા ધર્મ છે. સત્સંગ, સન્શાસ્ત્રના વેગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે.
૬૧૪ પુત્રાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ થવા જેવું થયું હતું પણ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે. તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે, તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષ સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થને, સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને, ત્યાગ કર્યો હોય તે તે ત્યાગને નિર્વાહ થઈ શકે. નહીં તે હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાને વખત તેવા મુમુક્ષને આવવાને સંભવ છે. અને આ ક્રમ કેટલાક પ્રસંગે પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય તેમ સમજાય છે, એ પર સિદ્ધાંતસિંધુને કથાસંક્ષેપ તથા બીજાં દૃષ્ટાંત લખ્યાં તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશે.
૬૧૫ મુંબઈ, અસાડ સુદ ૧૩, ગુરુ, ૧૯૫૧
શ્રીમદ્ વીતરાગાય નમ: શાશ્વત માર્ગનૈષિક શ્રી સભાગ પ્રત્યે યથાયેગ્યપૂર્વક, શ્રી સાયેલા.
તમારાં લખેલા પત્ર મળ્યાં છે. તથારૂપ ઉદયવિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણું સંક્ષેપ રહે છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે. પણ તમે, કંઈ જ્ઞાનવાર્તા લખવાનું સૂઝે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશે. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાનવાર્તા જણાવવાનું થતું નથી, તે લખશે. હાલ શ્રી કબીરસંપ્રદાયી સાધુને કંઈ સમાગમ થાય છે કે કેમ? તે લખશે.
અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂળ્યો તેને ઉત્તર લખતાં મન સંક્ષેપાય છે, જે બનશે તે એક બે દિવસ પછી લખીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org