________________
વર્ષ ૨૮ મું
૪૭૫ પણ આત્મહિતાર્થે ટાળવે હોય તે ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તે કરશે. એ જ વિનંતિ.
આ૦ સ્વ. યથા
૬૧૯
મુંબઈ, અસાડ વદ ૧૪, રવિ, ૧૯૫૧
નમે વીતરાગાય સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુ:ખથી મુક્ત થવું સંભવતું નથી. પરમાર્થનૈછિક શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયલા.
અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તે સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું, તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે. તેના વિચારમાં કોઈ તેને માર્ગ જ્યારે જોવામાં આવતું નથી ત્યારે જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે અથવા છેવટે કેઈ ઉપાય ન ચાલે તે બળવાન કારણને બાધ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી છેડો વખત પણ નિવૃત્તિથી કેઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તે સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવાં માતાપિતાદિના વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષેભાર્થે, તથા કંઈક બીજાઓનાં ચિત્તની અનુપક્ષાર્થે પણ શેડા દિવસ વવાણિયે જવાને વિચાર ઉત્પન્ન થયે હતે. તે બન્ને પ્રકાર માટે ક્યારે વેગ થાય તે સારું, એમ ચિંતવ્યાથી કંઈ યથાગે સમાધાન થતું નહોતું. તે માટેના વિચારની સહેજે થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અપપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. સર્વ પ્રકારના અસંગ-લક્ષને વિચાર અત્રેથી અપ્રસંગ ગણી, દૂર રાખી, અલપકાળની અલ્પ અસંગતાને હાલ કંઈ વિચાર રાખે છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયે છે.
તેમાં કેઈ કારણેને પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે – અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તે વચ્ચે ક્યાંય આ વખતે ન રેકાતાં વવાણિયે જવાનું કરવું. ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના બને તે પાછું વળવાનું કરવું, અને ભાદરવા સુદ ૧૦ની લગભગ સુધી કઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે તે પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તે સારું એમ રહે છે, અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રેકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાયે અકિયપરિણતિ વર્તે છે, તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી; તે પણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. એ જ વિનંતિ. શ્રી ડુંગરને તથા લહેરાભાઈને યથાયેગ્ય.
સહજાન્મસ્વરૂપ યથાયેગ્ય.
૬૨૦ મુંબઈ, અસાડ વદ ૦)), સેમ, ૧૯૫૧ જન્મથી જેને મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મપયેગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કઈ પણું જીવે અત્યંતપણે વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org