________________
૪૭૦
શ્રીમદ્ રાજચંદ્ર ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કેઈ મહત પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એ સાક્ષીભાવ ઉત્પન્ન થયેલ હોય તે જીવે તે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પિતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો કર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષણ ઉપગે કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવાનું અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાને વેગ થતું હોય તે તે સ્વીકારવો, પણ તેથી કઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવે યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતું નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગેપવવું ઘટે નહીં.
૧૨. સત્સંગનું એટલે સત્વરુષનું ઓળખાણ થયે પણ તે યુગ નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયેલ છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે
૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એ નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ વેગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તે થવા દેતાં, પણ છેવટે તે ત્રિગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહને ત્યાગ, સ્વછંદપણને ત્યાગ, પ્રમાદ અને ઈદ્રિયવિષયને ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યેગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવા અને સત્સંગના પક્ષપણામાં તે અવશ્ય અવશ્ય આરાધન કયાં જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તે જીવનું કંઈક ન્યૂનપણું હોય તે તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણુમાં તે એક પિતાનું આત્મબળ જ સાધન છે. જે તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બેધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તે કઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.
સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુ જીવે પિતાના આત્માને વિષે નિરંતર પરિણમી કરવા યેચે છે; જે પિતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.
૬૧૦ મુંબઈ, અસાડ સુદ ૧, રવિ, ૧૯૫૧ પંદરેક દિવસ પ્રથમ એક અને એક આજે એમ બે પત્ર મળ્યાં છે. આજના પત્રથી બે પ્રશ્ન જાણ્યા છે. સંક્ષેપથી તેનું સમાધાન આ પ્રમાણે છે –
(૧) સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એ જિનને નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતે હોય તે પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાભ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તે સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં.
(૨) દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લેભ વધારે હોય એ આદિ કહ્યું છે તે સામાન્યપણે છે. એકાંત નથી. એ જ વિનંતિ.
Jaint Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org